બોટાદ જિલ્લામાં તા.૫ જુલાઇથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો થશે શુભારંભ - At This Time

બોટાદ જિલ્લામાં તા.૫ જુલાઇથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો થશે શુભારંભ


બોટાદ જિલ્લામાં તા.૫ જુલાઇથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો થશે શુભારંભ
૦૦૦૦૦૦
20 વર્ષોમાં થયેલા વિકાસને રાજ્યનાં ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે
૦૦૦૦૦૦

માહિતી બ્યુરો,બોટાદ તા-27 જૂન:- સમગ્ર ગુજરાતની સાથોસાથ બોટાદ જિલ્લામાં પણ તા.૫ જુલાઇથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે. આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે યોજાનાર આ યાત્રા દરમિયાન જિલ્લાના વિકાસકામોનુ લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવશે.

વિવિધ વિભાગોના સહયોગથી આ વિકાસ યાત્રા દ્વારા જિલ્લામાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલ વિકાસ કામો રાજ્યના દરેક જન સુધી પહોચાડવામાં આવશે. તેમજ પ્રજાલક્ષી યોજનાના લાભોનુ પણ વિતરણ કરાશે. શહેરી વિસ્તાર ઉપરાંત અલગ અલગ ગામોમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે મુખ્ય સચિવશ્રી પંકજ કુમારનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સચિવએ જિલ્લાના અધિકારીઓને કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
00000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.