કચ્છમાં રવિવારે કોરોનાના નવ કેસ : ભુજ શહેરમાં ત્રણ
ભુજ,રવિવારકચ્છમાં પણ કોરોનાના કેસો વાધવા માંડયા છે. દિન પ્રતિદીન એક બે કેસોના વાધારા સાથે એક્ટિવ કેસોનો આંક ઉંચકાઈ રહ્યો છે. આજે રવિવારે એક સામટા નવ કેસો નોંધાયા હતા. ભુજ શહેરમાં લાંબા સમયના અંતરાલ બાદ ત્રણ કેસો નોંધાયા છે.આજે નોંધાયેલા કેસોમાં ભુજ શહેરમાં ૩, ગાંધીધામ શહેરમાં ૧ અને મુંદરા શહેરમાં ૧ એમ શહેરી વિસ્તારોમાં ૫ જયારે અંજારના ગ્રામિણ વિસ્તારોમાં ૨, ભુજ તાલુકામાં ૨ મળી આજના નવ પોઝીટિવ કેસો સાથે એકટીવ કેસોનો આંક ૩૩ પહોંચી ગયો છે. જયારે આજે આજે એક પણ દર્દી સ્વસૃથ થયો ન હતો. કચ્છમાં ચોમાસાનો માહોલ જામ્યો ન હોવાથી દિવસભર પ્રખર તાપ અને ગરમી અનુભવાય છે. પરિણામે, લોકો અકળાઈ રહ્યા છે. તો ચોમાસામાં પાચન શકિત મંદ પડતી હોવાથી ઝાડા અને પેટના રોગના દર્દીઓ પણ વધ્યા છે. તેવા સમયે વધુ એક વખત કોરોનાના કેસો વાધવા માંડતા લોકોને ખુણે ખાંચે પણ કોરોનાનો ડર સતાવવા માંડયો છે. બીજીતરફ, આરોગ્ય વિભાગ દ્વારા ફરી વખત રસીકરણ પર ભાર મુકવાની તૈયારીઓ કરાઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.