ભાવના રોડવેઝમાં વિદેશી દારૃ મોકલનાર દમણની ટ્રાન્સપોર્ટનો કર્મચારી પકડાયો. - At This Time

ભાવના રોડવેઝમાં વિદેશી દારૃ મોકલનાર દમણની ટ્રાન્સપોર્ટનો કર્મચારી પકડાયો.


કારેલીબાગની ભાવના રોડવેઝમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કરેલા રૃ . ૨. ૩૦ લાખના દારૃના કેસમાં ડીસીબી પોલીસે દમણની નંદવાણી ટ્રાન્સપોર્ટના કર્મચારીની ધરપકડ કરી છે . તેમજ કર્મચારીને દારૃ આપનાર શંકાસ્પદ શખ્સનું નામ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે . જેની તપાસ પોલીસે શરૃ કરી છે . સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે કારેલીબાગમાં જલારામ મંદિર પાસે ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં ભાવના રોડવેઝમાં તપાસ કરી એક ટ્રકમાં ૨૦ બોક્સમાં તપાસ કરતા કુલ રૃ . ૨. ૩૦ લાખની કિંમતના દારૃના ૨ , ૮૮૦ ટેટ્રોપેક મળી આવ્યા હતા . જ્યારે વાપીની ઓફિસના સીસીટીવીની પાસ કરાવતાં એક રિક્ષા ડ્રાઇવર બોક્સ આપી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું . દરમિયાન આ કેસની તપાસ બાપોદ પછી ડીસીબી પોલીસને સુપરત કરવામાં આવી હતી . પોલીસે તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે , દમણની નંદવાણી ટ્રાન્સપોર્ટનો કર્મચારી અબ્બાસખાન ગુલામરસુલ મકરાણી ( રહે . કુંભાર ફળિયા , નાની દમણ ) સેલવાસમાં જઇને ભાવના ટ્રાન્સપોર્ટમાં દારૃના બોક્સ આપી ગયો હતો . અને વડોદરામાં એક મોબાઇલ નંબર ધારક લેવા આવશે . તેવો ઉલ્લેખ હતો . પરંતુ , દારૃ વડોદરા પહોંચ્યા પછી આરોપી ડિલિવરી લેવા આવે તે પહેલા જ દારૃ પકડાઇ ગયો હતો . જે મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો . તેના સીડીઆર પોલીસ પાસે અઠવાડિયા પછી પણ આવ્યા નથી . પોલીસ કહે છે કે , સીડીઆર આવ્યા પછી જ દારૃ લેવા કોણ આવવાનું હતું ? તે જાણી શકાશે . જ્યારે આરોપી અબ્બાસને મનિષ નામનો શખ્સ દારૃ આપી ગયો હતો . જે આરોપીની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.