આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપર થઈ રહેલા હુમલામાં યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપ્યું.
વડોદરા આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરની અંદર લોકહિતની અને જનહિતની કામગીરી કરી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 કાઉન્સિલરોને ચૂંટવા પછી સતત લોક પ્રશ્નો સાંભળવા માટે અને લોકોની તકલીફોના નિવારણ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે . તેમજ સત્તાધારી પક્ષના ખોટા કામોનો શાંતિપૂર્ણ વિરોધ કરવો એ નૈતિક જવાબદારી છે અને જેના ભાગરૂપે સત્તાધારી પક્ષના ખોટા તાયફા કરતા હોય કે લોકઉપયોગી કામો સત્તાધારી પક્ષની અણઆવડતને કારણે બાકી રહી જતા હોય તો તેની સકારાત્મક રજૂઆત કરવી લોકોની વચ્ચે જઈને એમની વાત કરવી એ વિરોધ પક્ષ તરીકે નો પ્રથમ ધર્મ છે . જે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે કરી રહી છે પરંતુ અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના ગુંડા તત્વો , અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે જેની સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કર્યા પછી આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી . કોઈ પણ હુમલાખોરોને પકડી અને જેલના હવાલે કરવામાં આવ્યા નથી . પરંતુ આમ આદમી પાર્ટીની ફરિયાદની સામે ભાજપના અસામાજિક તત્વોની ફરિયાદ પણ કરવામાં આવી જાય છે . જે દુઃખદ અને ખોટી વાત છે આથી આ પોલીસ કમિશનરશ્રી ને અમે જવાબદાર રાજકીય પક્ષ તરીકે જણાવી રહ્યા છીએ કે , જો આવી ઘટના ચાલુ રહેશે તો આ શહેરની અંદર કાયદો વ્યવસ્થા પણ ખોરવાઈ અને લોકોને પોલીસ પ્રશાસન પરથી વિશ્વાસ ઉડી જાય . આવું ન થાય એ બાબતે યોગ્ય તકેદારી કરાવી અને હુમલાઓ થતા અટકાવવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી ખાસ માંગણી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.