મુખ્ય મંત્રીના હસ્તે રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર રૈયોલી ખાતે આજરોજ ગુજરાતના
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે
દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂા. ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આમ આ કાર્યક્રમમા બાલાસિનોરના તાલુકાની વિવિધ શાળાઓની બાળાઓ ઉપસ્થિત રહીને સ્વાગત ગીત પણ રજુઆત કરવામા આવ્યા હતા.આમ મુખ્ય મંત્રીનુ ફુલો થી તેમજ પુષ્પ ગુજ તેમજ સાલ ઓઢાડીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.
આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહીસાગર જીલ્લાના રૈયોલીમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧૬.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક - ડાયનાસોર મ્યુઝિયમ ફેઇજ- ૨ ના વિકાસકામોનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. આ તકે મુખ્યંત્રી તથા મહાનુભાવોએ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈ ૫-ડી થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સર્ક્યુલર પ્રોજેકશન, મૂડ લાઈટ, ૩-ડી પ્રોજેકશન મેપિંગ સહિત હોલોગ્રામનું જીણવટ પૂર્વક નિરીક્ષણ કરી નિહાળ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.