પુણા રોડ મહિલાને બચાવા જતા બાઇક સ્લીપ થતા પુજારીનું મોત - At This Time

પુણા રોડ મહિલાને બચાવા જતા બાઇક સ્લીપ થતા પુજારીનું મોત


- મહિલા
બીઆરટીએસ રૃટ ક્રોસ કરી રહી હતી,
અંત્રોલીના મંદિરના પૂજારીએ બેલેન્સ ગુમાવ્યું         સુરત,:પુણાના
આઇ માતા રોડ પર આજે સવારે રોડ ક્રોસ કરતી મહિલાને બચાવવા જતા બાઇક સ્લીપ થઇ ગંભીર
ઇજા પામેલા પલસાણા યુવાન પુજારીનું મોત નીંપજયુ હતુ. જોકે મહિલાને પણ ઇજા થતા
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પલસાણામાં અંત્રોલીમાં નવુ ફળિયામાં રહેતા 36વર્ષીય અમિતગીરી રણજીતગીરી
ગૌસ્વામી આજે સવારે બાઇક પર ઉમરા વિસ્તારમાં કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે પુણાના
આઇ માતા ચોક નજીક બીઆરટીએસ પાસે રોડ ક્રોસ કરતા ગીરજાદેવી (ઉ-વ- 40 - રહે- ગોડાદરા)ને બચાવવામાં તેમનું બેલેન્સ ખોરવાઇ
જતા બાઇક સ્લીપ થતા તે રોડ પર પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તે દરમિયાન ગીરજાદેવીને બાઇકની
ટક્કર લાગતા  ઇજા થઇ હતી. જોકે ઇજા પામેલા બંને
સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે અમિતગીરીને મૃત
જાહેર કર્યા હતા. અમિતગીરીને બે સંતાન છે. તે અંત્રીલીના મંદિરમાં પુજા પાઠ કરતા હતા.
આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.