પાલીતાણા એસ.ટી.ડેપો ખાતે ફરજ બજાવતા અધિકારીની બદલી થતા વિદાય કાર્યક્રમ યોજાયો
*પાલીતાણા એસ.ટી.ડેપો ખાતે ફરજ બજાવતા અધિકારીની બદલી થતા વિદાય કાર્યક્રમ યોજાયો*
પાલીતાણા એસ.ટી.ડેપો ખાતે આસિસ્ટન ટ્રાફિક કંટ્રોલર અધિકારી તરીકે ફરજ બજાવતા ગેમાભાઈ ડાંગર ની પ્રમોશન સાથે ભાવનગર એસ.ટી.ડેપો ખાતે લાઈન ચેકીંગ સ્કોર્ડ ( L.C.) વિભાગમાં બદલી થતા પાલીતાણા એસ.ટી.સ્ટાફના અધિકારીઓ, કર્મચારીઓ પાલિતાણાના સ્થાનિક આગેવાનોની હાજરીમાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો પાલિતાણાના સ્થાનિક આગેવાન ઋષિરાજસિંહ સરવૈયા પ્રમુખ તાલુકા ભાજપ,તુષારભાઈ વોરા અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ,છોટુભાઈ ગઢવી સહિતના,અધિકારીઓ,કર્મચારીઓ સહિતના દ્વારા ગેમાભાઇ ડાંગરને પુષ્પ હાર પહેરાવી શ્રીફળ અને સાકર પડો આપી ખુશીની લાગણી સાથે વિદાય આપવામાં આવી
રીપોર્ટ નિલેષ ઢીલા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.