રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં ભારે તોડફોડ બાદ 19 લોકોની ધરપકડ
નવી દિલ્હી,તા.25 જૂન 2022,શનિવારકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરાલાના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની વાયનાડ ખાતેની ઓફિસમાં થયેલી તોડફોડ બાદ કેરાલા સરકારનો ભારે ફજેતો થઈ રહ્યો છે.હવે આ મામલામાં સત્તાધારી માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના 19 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.આ તમામ વાયનાડના કાર્યકરો છે.હજી કેટલાક લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના કલાકો બાદ સરકારે આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલામાં એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક આદેશના વિરોધમાં આ હરકત કરાઈ હોવાનુ મનાઈ રહ્યુ છે.આ ચુકાદામાં જણાવાયુ છે કે, વન્યજીવનો અભ્યારણ્યો તેમજ સંરક્ષિત વન ક્ષેત્રના એક કિલોમીટર વિસ્તારમાં સ્પેશય ઝોન બનાવવામાં આવે. જેના કારણે ઘણા લોકો વિસ્થાપિત થાય તેવી શક્યતા છે.આ ચુકાદાના વિરોધમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકરોએ એક રેલી કાઢી હતી અને એ દરમિયાન તેઓ રાહુલ ગાંધીની ઓફિસમાં ઘુસી ગયા હતા અને તોડફોડ મચાવી હતી.બીજી તરફ રાહુલ ગાંધીએ આ ચુકાદાના સંદર્ભમાં લોકોમાં જે ચિંતા છે તેનુ નિવારણ કરવા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.