સરકારી નોકરી અપાવવાના બહાને બે યુવતી પાસેથી રૂ.1.59 લાખ પડાવ્યા
રાજકોટમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે.બે શિક્ષિત યુવતીને સરકારી નોકરી અપાવી દેવાનું કહી સરપદડના શખ્સે અલગ અલગ ખાતામાં રૂ.1.59 લાખ પડાવ્યા હોવાનું બહાર આવતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને દબોચી લીધો છે.આરોપી પકડાયા બાદ તેના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,જસદણના સાણથલી ગામના વતની અને હાલ રાજકોટમાં કાશીવિશ્વનાથ પ્લોટમાં રહેતા દીવ્યાબેન પટેલ(ઉ.વ .23)એ ફરિયાદમાં સરપદડના પ્રહલાદભાઈ હીરાલાલ ઝાલાનું નામ આપતા તેની સામે કલમ 406,420 હેઠળ કાર્યવાહી કરી હતી.દિવ્યાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને સુપ્રાટેક લેબોરેટરીમા રીસેપ્શન તરીકે નોકરી કરુ છુ.મારી સહેલી લક્ષ્મીબેન મકવાણા મારફતે મારે પ્રહલાદભાઈ હીરાલાલ ઝાલાનો સંપર્ક થયો હતો.જેઓ એ અમોને વાત કરેલ કે હુ એક ભાઇને ઓળખું છું તે ગાંધીનગરમા મોટી લાગવગ ઘરાવે છે અને ગોલ્ડ મેડાલીસ માણસ છે.
જે તમારી નર્સિંગમાં સરકારી નોકરી કરાવી આપે તેમ છે.તેમ વાત કરતા અમારે તેના ઉપર વિશ્વાસ આવ્યો હતો અને કહેલ કે મે ઘણા લોકોને નોકરી કરાવી આપી છે. પરંતુ આ વાત ખાનગી હોય હું કોઇના નામ આપીશ નહીં.તેમ વાત કરતા અમારે આ પ્રહલાદ ઝાલા સાથે તા.10/01/2022 ના રોજ વાત શરૂ થયેલ છેલ્લે આ પ્રહલાદ ઝાલાએ મને કહેલ કે છેલ્લી બે જગ્યા ખાલી છે તમારે ગોઠવવુ હોય તો બોલો નહીતર બીજાને આપવાની થાય છે.ઘણા લોકો મારી પાસે આવે છે.પરંતુ તમોએ પહેલા વાત કરેલ છે.
જેથી પહેલો ચાન્સ તમારો છે.તેમ જણાવતા અમોએ આ માણસ ખોટુ બોલતા નહીં હોય તેમ વિશ્વાસ અને ભરોશો આવતા તેમજ પ્રહલાદ ભાઇએ કહેલ કે તમારી સો ટકા નોકરી થઇ જશે નહીતર પુરા પૈસા પાછા આપી દઇશ અને તમારું પૈસા રોકડા આપવાના નથી ખાતામા ઓનલાઇન જમા કરાવાના છે.તેવી વાત કરી પુરો વિશ્વાસ અને ભરોશો આપ્યો હતો.
ત્યારબાદ પ્રથમ મારા તથા મારી સહેલી નીધીબેન એમ બન્નેના રૂ.11,000 લેખે રૂ.22,000 મારા ગુગલ પે દ્વારા અજય બોખાણી નામના એકાઉન્ટ માં પ્રહલાદભાઇ ના કહેવા મુજબ ટ્રાન્સફર તા.17/ 01/2022 ના રોજ કરેલ હતા.બાદ અલગ અલગ બહાના હેઠળ કુલ રૂ.1,59,020 ટ્રાન્સફર કરાવી લીધા હતા.જે તમામ ટ્રાન્જેકશન તા.1 0/01/2022 થી 08/03/2022 સુધી કરેલ હતા.
ત્યાર બાદ અમોને નોકરી નહી મળતા આ પ્રહલાદભાઇ નો કોન્ટેકક રતા તેઓએ કહેલ કે તમારુ થયેલ નથી છત્રીસ દીવસ મા પૈસા પરત આવશે આમ બહાના ઉપર બહાના કરતા હોય અને હવે જણાવતા હોય કે મારી પાસે પૈસા વપરાય ગયેલ છે.થાસે ત્યારે આપીસ તેમ જણાવી અમોને ખોટુ વચન અને વિશ્વાસ આપી અમારી પાસેથી રૂ.1,59,020 લઇ લેતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે એ ડિવિઝનના પીઆઇ સી.જી.જોશી અને સ્ટાફે આરોપી પ્રહલાદ ઝાલાની ધરપકડ કરી તેણે કેટલા લોકોને છેતર્યા છે એ અંગે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પ્રહલાદે ડઝનેક લોકોને છેતર્યા હોવાનું તપાસમાં ખુલ્યું
સરપદડના પ્રહલાદે રાજકોટની બે યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાના બહાને રૂ.1.59 લાખ પડાવ્યા અંગેની માહિતી મળતા જે લોકોને પ્રહલાદે કોઈને કોઈ બહાના હેઠળ છેતર્યા તેઓ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા.તેમજ તેમને અત્યાર સુધી અનેકને છેતરપીંડીનો શિકાર બનાવ્યા હતા.પડધરીના લોકોનો પણ સમાવેશ થાય છે.
પ્રહલાદે અલગ અલગ બહાના બતાવી બંને યુવતીઓ પાસેથી પૈસા પડાવ્યા
દિવ્યાબેન અને નીધીબેન એમ બન્નેના રૂ.11,000 લેખે રૂ.22,000 મારા ગુગલ પે દ્વારા અજય બોખાણી નામના એકાઉન્ટ માં પ્રહલાદભાઇ ના કહેવા મુજબ ટ્રાન્સફર તા.17/ 01/2022 ના રોજ કરેલ હતા.બાદ અમારા ડોક્યુમેન્ટ બ્લોક છે.ઓનલાઇન બતાવતા નથી તે સરખું કરવા માટે બન્નેના ત્રીસ ત્રીસ લેખે કુલ રૂ.60,000 અજય બોખાણીના ગુગલ પે મા તા.12/02 ના રોજ ટ્રાન્સફર કરેલ તેમજ ઉચી પોસ્ટ મેળવવા માટે વ્યકતી દીઠ રુ.5450 તેમજ નોકરીની સાથે એકટીવા મળશે તે મેળવવા માટે વ્યકતી દીઠ રુ.35,00 તેમજ રહેઠાણનો દાખલો બનાવવા માટે વ્યકતી દીઠ રૂ.6,000 તેમજ અમોએ અગાઉ નોકરી ના ફોર્મ ભરેલ હોય તે રદ કરવાથી આ નોકરી મળી શકે તેવા બહાને રદ કરવાની ફી વ્યકતી દીઠ રૂ.30,000 તેમજ વાહનનુ લાઇસનસ કરવા માટે રૂ.2,450 તેમજ તે પ્રહલાદભાઇ ગાંધીનગર રસીદ લેવા જવા માટે રૂ.490 તેમજ ગાડીના ગેસના બહાને રૂ.13,00 તેમજ એજન્ટને ફોડવા માટે વ્યક તી દીઠ રૂ.5,600 વિગેરે બહાના હેઠડ કુલ રૂ.1,59,020 પડાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.