મૂળ માલિક બની બીજાની જમીન વેચીને 50 લાખની ઠગાઈના કેસમાં મહિલા સહિત ત્રણની ધરપકડ - At This Time

મૂળ માલિક બની બીજાની જમીન વેચીને 50 લાખની ઠગાઈના કેસમાં મહિલા સહિત ત્રણની ધરપકડ


અમદાવાદ,તા.25 જુન 2022,શનિવારક્રાઈમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ મહિલા સહિત ત્રણ આરોપીની જમીન કૌભાંડમાં શુક્રવાર ધરપકડ કરી છે. જમીનના મૂળ માલિકના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી મહિલા માલિક બની તેમજ મૂળ ખેડૂતોના નામે આરોપીઓેએ બેંક એકાઉન્ટ કરાવી બીજાની જમીન બારોબાર વેચી બોગસ ખાતામાં પૈસા ભરાવ્યા હતા. આ ખાતામાંથી આરોપીઓએ રૂ.50 લાખની રકમ ઉપાડી લીધી હતી.જમીનના ખેડૂતોના નામનું ખોટું બેંક એકાઉન્ટ ખોલાવી જમીન વેચાણના 50 લાખ ઉપાડયાપોલીસે ધરમશીભાઈ પ્રભાતભાઈ દેસાઈ રહે, સોલા, દિપકભાઈ પરમહંસ ત્રિપાઠી રહે, ગાંધીનગર અને લલીતાબહેન ઉર્ફ લલી બળદેવભાઈ પટેલની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓએ જમીનના મૂળ માલિક અલ્કેશ પટેલ બનીને ધરમશીભાઈએ જમીન ખરીદનાર વ્યક્તિ સાથે મુલાકાત કરી તેમજ અલ્કેશ પટેલના ભાણીયા તરીકે આરોપી દિપક ત્રિપાઠીએ પણ આરોપી ધરમશી સાથે ગયો હતો. જમીન ખરીદનાર સાથે આરોપીઓએ માલિક તરીકે મુલાકાત કરી રજીસ્ટાર કચેરીમાં જમીનના મૂળ ખેડૂત કૈલાસબહેન પટેલ તરીકે લલીતાબહેન ઉર્ફ લલીબહેન પટેલ રજીસ્ટાર કચેરીમાં ઉભા રહ્યા હતા. આરોપીઓએ આ રીતે જમીન પોતાની ન હોવા છતાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જમીનના મૂળ માલિકોના નામે ખોટા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તે બેંક એકાઉન્ટમાં જમીન ખરીદનાર પાસે પૈસા ભરાવી રૂ.50 લાખની રકમ ઉપાડી ઠગાઈ આચરી હતી. આ ગુનામાં પોલીસે અગાઉ એક આરોપી ભાગ્યેશ ઉર્ફ પરાગને પકડયો હતો. આ આરોપીએ મૂળ ખેડૂતના નામના ખોટા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.