વિડિયો બનાવી ફાંસો ખાનાર નફીસાના પ્રેમી રમિઝ સામે આખરે FIR નોંધાઈ
વડોદરા,તા.25 જુન 2022,શનિવારઅમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી વડોદરામાં આપઘાત કરનાર યુવતીની બહેનની ફરિયાદને આધારે પોલીસે અમદાવાદના રમેશ નામના યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે હૃદય હચમચાવી મૂકે તેઓ વિડીયો બનાવનાર વડોદરાના તાંદલજા વિસ્તારની નફીસા ખોખર નામની 25 વર્ષીય યુવતીએ ગઈ તા 20મીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.નફીસાએ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતોનફીસાની બહેને પોલીસને જણાવ્યું હતું કે, વડોદરામાં નોકરી કરતા અમદાવાદના રમિઝના પ્રેમમાં પડેલી નફીસા અમદાવાદ રહેવા જતી હતી. જ્યારે તેનો પ્રેમી પણ વડોદરા રહેવા આવતો હતો. નફીસા એ તાંદલજા નુરજહાં પાર્કમાં એક મકાન ભાડે રાખ્યું હતું. રમિઝે લગ્નનો ઇનકાર કરતા 4 મહિના પહેલા નફીસાએ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે નદીમાં કૂદીને પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આમ રમીઝ જાણતો હતો કે નફીસા તેના વગર રહી શકે તેમ નથી.આંખમાં આંસુ સાથે નફીસાએ કહ્યું, હું ના ઘરની ઘાટની રહીનફીસાએ આપઘાત પહેલા આંખમાં આંસુ સાથે એક વિડીયો બનાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી અને આ વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં નફીસાએ રમિઝને ઉદેશીને કહ્યું હતું કે, તે લગ્નની ના પાડતા હવે હું ક્યાંય ની ના રહું તેવી સ્થિતિ સર્જાઈ છે.નફીસા એ રમિઝ ને ઉલ્લેખીને એમ પણ કહ્યું હતું કે, તું લગ્ન નહીં કરે તો હવે હું દુનિયાને શું મોઢું બતાવીશ, તે મારી સાથે બહુ ખોટું કર્યું છે.. મારી સ્થિતિ ન ઘરની ન ઘાટની છે. હું તને બધાથી અલગ માનતી હતી પરંતુ તું બધા જેવો જ નીકળ્યો અને મારી સાથે ધોકો કર્યો.રમિઝના પરિવારજનોની પૂછપરછ બાદ મોડી રાતે ગુનો નોંધ્યો નફીસા કરેલા આપઘાત અંગે તેના પરિવારજનોએ રમિઝ સામે કાર્યવાહી કરવા માંગણી કરતા જેપી રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ ગઈ મોડી રાતે રમિઝના માતા પિતા તેમજ ભાઈની પૂછપરછ કરી હતી. આખરે પોલીસે નફીસાની બહેનની ફરિયાદને આધારે અમદાવાદ દાણીલીમડા ખાતે રહેતા રમિઝ એહમદભાઈ શેખ સામે નફીસાને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.