દુધઈ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો ગામલોકો એ રજુઆત કરતાં અધિકારી એ પકડી ચાલતી - At This Time

દુધઈ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો ગામલોકો એ રજુઆત કરતાં અધિકારી એ પકડી ચાલતી


*મુળી નાં દુધઈ ગામે પ્રવેશોત્સવ કાર્યક્રમ મા ગામલોકો એ કરી રજુઆત*

*શિક્ષક ઘટ આને ઓરડા ઘટ ની ગામલોકો એ રજુઆત કરતાં અધિકારી એ પકડી ચાલતી*

મુળી તાલુકાનાં દુધઈ ગામે આજે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર જીલ્લા આધિકારી ઇન્ચાર્જ સર્વ શિક્ષા અભિયાન નાં ડી.બી.સોલંકી સાહેબ મુળી તાલુકાનાં બી.આર.સી.લખતરીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગામલોકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જેમાં વિધાર્થીઓ ને મોમેન્ટો ઈનામ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા અધિકારી સોલંકી ને ગામલોકો એ રજુઆત સહિત આકરા સવાલો કરતાં અધિકારી કોઈ જવાબ આપી શક્યા નહોતા ગામડાઓ માં શિક્ષણ સ્તર નીચે ઉતરતું દેખાય છે ત્યારે દુધઈ પ્રાથમિક શાળામાં બે શિક્ષકો ની ઘટ હોય તે બાબતે અનેક રજૂઆતો કરવાં છતાં આજદિન સુધી શિક્ષક ની નિમણુંક કરવામાં કેમ આવી નથી સવાલ કરતાં અધિકારી એ જણાવ્યું હતું કે એ ઘટ હાલ પુર્ણ નહીં થાય એમ કહેતાં ગામજનો ઉસ્કેરાયા હતાં અને અધિકારી ને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે હાલ ચાર ઓરડા ની ઘટ છે તે પણ પુરી કરી શક્યા નથી વર્ષોથી આ માંગ માટે શાળાએ અને ગામલોકો એ રજુઆત કરી છે તો વિધાર્થીઓ ને બેસવાની જ વ્યવસ્થા જ નથી તો ક‌ઈ રીતે વિધાર્થીઓ ભણશે? આવા સવાલો નાં જવાબ ટાળવા અધિકારી એ રીતસર ચાલતી પકડી હતી ગુજરાત માં પ્રવેશોત્સવ નાં તાયફા ગામેગામ ચાલી રહ્યાં છે પરંતુ શાળા ની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડી શકતાં નથી આ બાબતે ગામલોકોએ જણાવ્યું હતું કે આ બાબતે પ્રશ્ન જો કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને શિક્ષકો અને ઓરડા માટે સમુહ લડતનાં મંડાણ થશે આ બાબતે આચાર્ય શ્રી એ જણાવ્યું હતું કે અમો એ અનેક રજૂઆતો કરેલ છે પરંતુ પરીણામ શુન્ય રહ્યું છે ત્યારે ગામલોકો એ આ બાબતે રજૂઆત કરી છે આ બાબતે ગ્રામ પંચાયત અને ગામલોકો અને વિધાર્થીઓ વાલીઓ લડી લેવાના મૂડમાં છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.