જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન, નવાબ મલિકને બરતરફ કરવા સુપ્રીમમાં પીઆઇએલ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩જેલમાં બંધ દિલ્હીની આપ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન અને
મહારાષ્ટ્રની સરકારના પ્રધાન નવાબ મલિકને
બરતરફ કરવાની માગ માટે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ
અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ અરજીને સીજેઆઇની ખંડપીઠ સમક્ષ
રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તેને સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવશે.પ્રધાનો જૈન અને મલિકની અલગ અલગ કેસોમાં ધરપકડ કરવામાં આવી
છે. આ બંને નેતાઓ હાલમાીં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે. ન્યાયમૂર્તિ સી
ટી રવિકુમાર અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયાની બનેલી વેકેશન બેન્ચ સમક્ષ આ અરજીની
તાત્કાલિક સુનાવણીની માગ કરવામાં આવી હતી.અરજી કરનાર એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું
કે બંને પ્રધાનો લોક સેવક અને ધારાસભ્યો છે. આઇએએસ સહિતના સરકારી કર્મચારીઓ જો બે
દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહે તો તેમને બરતરફ કરવામાં આવે છે. તો આ જ નિયમ આ
બંનેેને લાગુ પડવો જોઇએ. અરજકર્તાએ અરજીની તાત્કાલિક સુનાવણીની માગ કરતા જણાવ્યું
હતું કે આ કેસ બંધારણની કલમ ૧૪નો ગંભીર ભંગ છે. સુનાવણી કરી રહેલ ખંડપીઠે જણાવ્યું
હતું કે અરજી પર આગામી સપ્તાહમાં સુનાવણી કરવામાં આવે તેવી શક્યતા છે.
આવા કેસ પ્રથમ દેશના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ રજૂ
કરવામાં આવે છે ત્યારબાદ જ તેમને સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.