કોવિડ વેક્સિનેશને 2021 દરમિયાન ભારતમાં 42 લાખથી વધુ લોકોનો જીવ બચાવ્યો - At This Time

કોવિડ વેક્સિનેશને 2021 દરમિયાન ભારતમાં 42 લાખથી વધુ લોકોનો જીવ બચાવ્યો


- COVID-19 વેક્સિને મહામારી દરમિયાન સંભવિત મૃત્યુઆંકમાં લગભગ 20 મિલિયન અથવા અડધાથી વધુનો ઘટાડો કર્યો છેનવી દિલ્હી, તા. 24 જૂન 2022, શુક્રવારCOVID-19 વેક્સિને વર્ષ 2021માં ભારતમાં 42 લાખથી વધુ સંભવિત મૃત્યુ થતા અટકાવ્યા છે. આ અંગેની માહિતી ધ લેન્સેટ ઈન્ફેક્શિયસ ડિઝીઝ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આપવામાં આવી છે. જે મહામારી દરમિયાન દેશમાં અતિશય મૃત્યુદરના અનુમાનો પર આધારિત છે. વિશ્વ સ્તર પર ગાણિતિક મોડેલિંગ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, COVID-19 વેક્સિને મહામારી દરમિયાન સંભવિત મૃત્યુઆંકમાં લગભગ 20 મિલિયન અથવા અડધાથી વધુનો ઘટાડો કર્યો છે.સંશોધકોએ જણાવ્યું કે, વેક્સિનેશનના પ્રથમ વર્ષમાં સંભવિત 31.4 મિલિયન COVID-19 મૃત્યુમાંથી 19.8 મિલિયનને વિશ્વભરમાં રોક્યા હતા. અધ્યયનનું અનુમાન છે કે, જો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2021ના અંત સુધી બે અથવા વધુ ડોઝ સાથે પ્રત્યેક દેશમાં 40% વસ્તીના વેક્સિનેશનનો ધ્યેય પૂરો કરી દેવામાં આવ્યો હોત તો વધુ 5,99,300 લોકોનો જીવ બચાવી શકાયો હોત. આ અધ્યયનમાં 8 ડિસેમ્બર 2020 અને 8 ડિસેમ્બર 2021ની વચ્ચે અટકાવવામાં આવેલા મૃત્યુઆંકનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અભ્યાસના પ્રમુખ લેખક ઓલિવર વોટસને જણાવ્યું કે, અમારુ અનુમાન છે કે, આ સમયગાળામાં વેક્સિનેશનથી ભારતમાં 42,10,000 મૃત્યુ થતા અટકાવી શકાયા છે. આ અનુમાનમાં અનિશ્ચિતતા 36,65,000-43,70,000ની વચ્ચે છે.ભારતની સંખ્યા એ અનુમાન પર આધારિત છે કે, મહામારી દરમિયાન દેશમાં 51,60,000  થયા હશે. એક અહેવાલ પ્રમાણે મે 2021ની શરૂઆત સુધી ભારતમાં COVID-19થી 2.3 મિલિયન લોકોના મૃત્યુ થયા છે જ્યારે સત્તાવાર આંકડા લગભગ 2,00,000 હતા. બાજી તરફ WHOએ અનુમાન લગાવ્યું હતું કે, ભારતમાં 4.7 મિલિયન મૃત્યુ કોરોનાથી થયા હતા. જોકે, આ આંકડો એવો છે જેને સરકારએ નકારી દીધો છે. સંશોધકોએ જણાવ્યું કે, ચીને તેમની મોટી વસ્તી અને કડક લોકડાઉનના ઉપાયોને કારણે આ વિશ્લેષણમાં સામેલ નહોતા કરવામાં આવ્યા. ટીમને જાણવા મળ્યું કે, સત્તાવાર રીતે નોંધાયેલ COVID-19 મૃત્યુના આધાર પર અનુમાન પ્રમાણે 18.1 મિલિયન મૃત્યુ અધ્યયન સમયગાળા દરમિયાન થયા હશે. મોડલનું અનુમાન છે કે, વેક્સિનેશને 14.4 મિલિયન મૃત્યુ થતા અટકાવ્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.