ખરવર નગરનો ફ્લાય ઓવરબ્રિજનો નવસારી થી સુરત આવતો ભાગ રિપેરિંગ માટે 19 જુલાઈ સુધી બંધ
- રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ માંડ રીપેર થયો ત્યારે વધુ એક બ્રિજ 27 જૂન થી એક તરફનો ભાગ બંધ - વાહન વ્યવહાર માટે ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવર બ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડ નો ઉપયોગ કરી શકાશે ઃ આ સર્વિસ રોડ સાંકડો હોય પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહેશેસુરત,તા.23 જુન 2022, ગુરૂવારસુરતના રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ રીપેરીંગ બાદ હાલ જ શરૂ થયો છે ત્યારે હવે સુરત નવસારી રોડ પર આવેલા ખરવર નગર ફ્લાય ઓવર બ્રિજના રીપેરીંગ માટે આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વરસાદે એટલે કે 27 જુનથી 19 જુલાઈ સુધી આ બ્રિજ વાહન વ્યવહાર માટે નવસારી થી સુરત તરફ આવતો બ્રિજનો ભાગ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન વાહન વ્યવહાર માટે ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવર બ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડ નો ઉપયોગ કરવા જણાવાયું છે. જોકે, આ સર્વિસ રોડ સાંકડો હોવાથી પીક અવર્સમાં ટ્રાફિકની ભ આરે સમસ્યા થશે તે નક્કી છે. સુરત-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવર બ્રિજના વેરીગ કોટ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે નવસારી તરફથી સુરત આવતા બ્રીજનો ભાગ તા.27 જૂન થી 19 જુલાઈ સુધી સદર બ્રીજનો વપરાશ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગ તથા ટ્રાફિક પરિવહનમાં સરળતા માટે સુરત-નવસારી મેઈન રોડ ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવર બ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે. સદર સમયગાળા દરમિયાન શહેર જનતાનાં જાનમાલની સલામતી જળવાઈ રહે તથા ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે હેતુસર, સુરત-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવર બ્રિજની ડાબી તરફ આવેલ સર્વિસ રોડ પર કોઈપણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર તેમજ પાર્કીંગ કરવા તેમજ માલસામાનનું લોડીંગ અનલોડિંગ કરવામાં પ્રતિબંધ મુકાયો છે. પાલિકાએ ખરબવર નગર ફ્લાયઓવર બ્રિજના નવસારીથી સુરત તરફ આવતા ભાગને બંધ કરવા માટેની જાહેરાત ચોમાસા દરમિયાન કરી છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા માટે જે રસ્તો જાહેર કરવામાં આવ્યો છે તે રસ્તો સાંકડો હોવા ઉપરાંત દબાણ હોવાથી પ્રતિબંધના સમય દરમિયાન પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા થશે તે નક્કી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.