બેકમાંથી ક્રેડિટકાર્ડ મેળવી ભેજાબાજે પાંચ વ્યક્તિઓ સાથે 12.25 લાખની ઠગાઈ કરી
વડોદરા તા.23 જુન 2022,ગુરૂવારકરજણ તાલુકાના નિશાળીયા ગામમાં રહેતા ભેજાબાજ અક્ષય અરવિદ પટેલે કડારીમાં રહેતા અશોક પરસોત્તમ સોલંકીના આધારકાર્ડ, પાનકાર્ડ સહિત ઓળખના દસ્તાવેજો મેળવી બેકમાંથી બારોબાર ક્રેડિટકાર્ડ મેળવી લીધું હતું ક્રેડિટકાર્ડ માટે ભેજાબાજે પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. ક્રેડિટકાર્ડ મેળવી લીધા બાદ ભેજાબાજે તે ક્રેડિટકાર્ડ પરથી 1.85 લાખની રકમ ઉપાડી લીધી હતી અને ખરીદી કરી હતી. આ ભેજાબાજે અન્ય ચાર વ્યક્તિઓ સંજય મનું પટેલ, રાજેન્દ્ર રણછોડ પટેલ, ઇન્દ્રવડન નરસિંહ પટેલ તેમજ અમિત અશોક પટેલના નામે પણ ક્રેડિટકાર્ડ મેળવી ઠગાઈ કરી હતી. કુલ રૂ.12.25 લાખની ઠગાઈ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.