સ્ત્રી વેશ ધારણ કરી ટોર્ચ મારીને હાઈવે પર રોબરી કરતી ખૂંખાર ગેંગ ઝડપાઈ - At This Time

સ્ત્રી વેશ ધારણ કરી ટોર્ચ મારીને હાઈવે પર રોબરી કરતી ખૂંખાર ગેંગ ઝડપાઈ


વડોદરા,તા.22 જુન 2022,ગુરૂવાર વડોદરાની આસપાસના હાઇવે ઉપર મોડી રાત્રે સ્ત્રી વેશ પહેરીને ટોર્ચ વડે ટ્રક ડ્રાઈવરોને રોકી મોબાઇલ તેમજ રોકડ રકમ લૂંટી લેતી ગેંગના ચાર સાગરીતોને સમા પોલીસે ઝડપી પાડયા છે.વડોદરાની આસપાસ હાઈવે ઉપર ઝાડી-ઝાખંરાઓમા છુપાઈને જતા આવતા વાહનચાલકો ને લૂંટી લેતી ગેંગ સક્રિય હોવાની વિગતો ને પગલે પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી.ખોડીયાર નગર કેનાલ પાસે કોઈ શખ્સ ચોરીના મોબાઈલ વેચવા માટે ફરતો હોવાની વિગતો મળતાં સમા પોલીસ ના મહિલા પીઆઇએ એક ટીમને નજર રાખવા મોકલી હતી. જે દરમિયાન પોલીસે ચાર જણાને ઝડપી પાડી 13 મોબાઇલ કબજે કર્યા હતા.પોલીસની તપાસમાં પકડાયેલાઓમા મહેશ ઉર્ફે ગટ્ટી સોમાભાઈ વણઝારા(નારાયણ નગર પાસે, વસાહતમાં, ન્યુ વીઆઇપી રોડ મૂળ દાહોદ), વિપુલ દિપકભાઈ રાઠવા (ખોડીયાર નગર નજીક છાણી મૂળ છોટાઉદેપુર),મહેશ રૂપાભાઈ મુનિયા બજરંગ નગર સોસાયટી, ન્યુ વીઆઇપી રોડ, મૂળ દાહોદ) અને ફરદીન સોનુ અફઝલ અહેમદ અન્સારી (શ્રીરામ નગર સોસાયટી, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા મૂળ દાહોદ) નો સમાવેશ થાય છે.પોલીસની પુછપરછ દરમિયાન વડોદરા થી કરજણ સુધીના વિવિધ સ્થળોએ આ ટોળકીએ રાત્રિના સમયે એક ડઝન જેટલા ટ્રક ચાલકોને ટોર્ચ વડે ઉભા રાખી નીચે ઉતરતા જ ઝાડીમાં લઈ જઈ ને લૂંટી લીધા હોવાની વિગતો બહાર આવી છે. હાઈવે પર રોબરી ચલાવતી ગેમ દ્વારા અગાઉ અમદાવાદ તેમજ અન્ય સ્થળોએ પણ આ રીતે લૂંટના ગુના આચર્યા હોવાની માહિતી ખુલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.