9 વર્ષ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક તરીકે નિયુક્ત થયેલા નિલેશ સોનીનો એક્શન પ્લાન, પરીક્ષાનાં પેપર અડધો કલાક પહેલાં ઈ-મેલ કરાશે, પેપર પર વોટરમાર્ક હશે
વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં હેલ્પલાઈન જાહેર કરાશે, કોલેજોને અડધો કલાક પહેલા જ પેપર ઈ-મેલથી મળશે, પેપર લીક થતું અટકાવવા વોટરમાર્ક છપાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 વર્ષ બાદ નિલેશ સોનીને કાયમી પરીક્ષા નિયામક તરીકે પસંદ કર્યા છે ત્યારે હવે યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ, વિદ્યાર્થીઓની સુવિધા, પરીક્ષા કેન્દ્રો, પેપર સેટ સહિતના જુદા જુદા મુદ્દે નિલેશ સોનીએ એક્શન પ્લાન વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સૌથી પહેલા યુનિવર્સિટીની પરીક્ષાના પેપર ફૂટવા કે ભાષાકીય ભૂલો માટે એક સિસ્ટમ બનાવીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.