ધરાર સંબંધ રાખવાનું કહી પાડોશીનો પરિણીતા પર હુમલો
વાજડીની સીમમાં પરિણીતા ઢોર ચરાવવા ગઇ હતી
રાજકોટની વાજડી ગામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા મુન્નો ઉર્ફે દીકો વાલા ગમારાનું નામ જણાવ્યું છે. 11 મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાની ફરિયાદમાં, તેના પતિ જમીનના કેસમાં હાલ જેલમાં હોય સોમવારે બપોરે પોતે ઢોરને ચરાવવા સીમમાં ગઇ હતી. ત્યારે ચાર દિવસથી પજવણી કરતો મુન્નો બુલેટ પર આવી મારી સાથે સંબંધ રાખ, ચાલ બુલેટમા બેસી જા કહી હાથ પકડી લીધો હતો. મુન્નાનો પ્રતિકાર કરતા તેને ઝપાઝપી કરી શારીરિક છેડછાડ કરી હતી. બૂમાબૂમ કરી મૂકતા દિયર દોડી આવતા મુન્નો બુલેટ સાથે ભાગી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.