શાળાઓમાં માસ્ક ફરજિયાત પરંતુ 12થી 17 વર્ષના 49246 બાળક હજુ વેક્સિનથી વંચિત!
12થી 14 વર્ષના 21129 અને 15થી 17 વર્ષના 11497 વિદ્યાર્થીને પહેલો ડોઝ નથી અપાયો.
કોરોનાના કેસ વધતા શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરાયું છે પરંતુ શાળાએ આવતા વિદ્યાર્થીઓ પૈકી હજુ પણ 49246 વિદ્યાર્થી વેક્સિનથી વંચિત હોવાનું સામે આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત તમામ સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત છે પરંતુ બીજી બાજુ બાળકોનું સુરક્ષાકવચ હજુ ક્યાંક કાચું રહ્યું હોય એમ હજુ પણ મોટી સંખ્યામાં બાળકોને રસીનો પહેલો ડોઝ પણ અપાયો નથી. રાજકોટમાં 12થી 14 વર્ષના 21129 વિદ્યાર્થીઓ અને 15થી 17 વર્ષના 11497 વિદ્યાર્થી હજુ પહેલા ડોઝથી પણ વંચિત રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.