જૂનાગઢ જિલ્લામા 8મા આંતરરાષ્ટિય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
જૂનાગઢ જિલ્લામાં ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
કૃષિ યુનિવર્સિટીમાં જિલ્લકક્ષાના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી જવાહર ચાવડા, કલેક્ટર શ્રી રચિત રાજ સહિતના મહાનુભાવો કર્યો યોગાભ્યાસ
યોગના માધ્યમથી લોકો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે
-જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયા
જૂનાગઢ તા.૨૧ જૂનાગઢ જિલ્લામાં માનવતા માટે યોગાના કેન્દ્રસ્ત વિચાર સાથે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ સંકુલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેનની ખટારિયાની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ, યુવાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત પદાધિકારી અને અધિકરીઓ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. ઉપરાંત આ પ્રંસગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુર ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે વિશ્વ યોગ દિવસના અનુસંધાને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતુ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટસ સંકુલના યોગભ્યાસમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહર ચાવડા, કલેક્ટર શ્રી રચિત રાજ, કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી નરેન્દ્ર ગોટિંયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ પ્રસંગે શ્રીમતિ શાંતાબેન ખટારિયાએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા યોગને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સયુંક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા મળી છે. જેના પરિણામે 21મી જૂને દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના ઋષિમૂનિ દ્વારા પ્રદત આ ભેટ આજે સમગ્ર વિશ્વવ્યાપી બની છે અને આજે યોગના માધ્યમથી લોકો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. આ સાથે તેમણે જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્થળો, જેલ, આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળોએ વિશ્વ યોગ દિવસની કરાઈ રહેલી ઉજવણીનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે કલેક્ટર શ્રી રચિત રાજે આધ્યામિક, ક્વોન્ટમ, મેન્ટલી, સોશિયલી અને ઈમોશનલી હેલ્થ માટે યોગા જરૂરી હોવાનુ જણાવતા વિશ્વ યોગ દિવસના માધ્યમથી લોકો આત્મિક જોડાણ કેળવી એક હકાત્મક ઊર્જા સાથે મનાવતાનુ કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં યોગ કોચ સર્વ શ્રી હારૂન વિહળ, પ્રતાપ થાનકી, ચેતનાબેન ગજેરાએ યોગાસનનુ નિદર્શન કર્યું હતું. અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી હિતેશ દિહોરાએ શાબ્ધિક સ્વાગત કરી યોગ અભ્યાસુઓને આવકાર્યા હતા.
આ યોગાઅભ્યામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, અધિક નિવાસી કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.જે જાડેજા, આસિસ્ટંટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ભૂમિ કેશવાલા, સહિતના મહાનુભાવો જોડાયા હતા.
રિપોર્ટ માહિતી બ્યુરો
અસ્વીનભાઈ સરધારા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.