માનવતા માટે યોગ : આજે વિશ્વભરમાં ઉજવણી
- 190દેશોમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 25 કરોડ લોકો યોગાસનો કરશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગાસનો કરશે, ૧૫ હજાર લોકો હાજર રહેશે : તાજમહેલ સહિતના અનેક ઐતિહાસિક સ્થળોએ નિ:શુલ્ક પ્રવેશ - 75 કેન્દ્રીય મંત્રીઓ દેશના ૭૫ ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળોએ યોગના કાર્યક્રમો કરશે : ઉત્તર પ્રદેશમાં તમામ મદરેસામાં યોગ દિવસ ઉજવાશેનવી દિલ્હી : દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ વર્ષે માનવતા માટે યોગાસનો એવી થીમ રાખવામાં આવી છે. દુનિયાના ૧૯૦ દેશોમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. એમાં લગભગ ૨૫ કરોડ જેટલા લોકો યોગાસનો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં ૧૫ હજાર લોકોની હાજરીમાં યોગાસનો કરશે. વહેલી સવારે ૫.૩૦ કલાકે વડાપ્રધાનના ભાષણ સાથે યોગ દિવસની ઉજવણી થશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને બધાને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કર્ણાટકના મૈસૂર પેલેસના પરિસરમાં યોગાસનો કરશે. તેમની સાથે ૧૫ હજાર લોકો યોગાસનો કરશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે યોગ દિવસ માટે માનવતાની થીમ રાખી છે. માનવતા માટે યોગાસનો એવી થીમ સાથે દુનિયાના ૧૯૦ દેશોમાં યોગ દિવસની ઉજવણી થશે અને એમાં અંદાજે ૨૫ કરોડ કરતાં વધુ લોકો ભાગ લઈને યોગાસનો કરશે.કેન્દ્રીય મંત્રીઓ દેશના વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ૭૫ સ્થળોએ યોગાસનો કરશે. તે સિવાય ભારતીય જનતા પાર્ટીએ દેશના અલગ અલગ શહેરોમાં ૭૫ હજાર સ્થળોએ યોગાસનો કરવાની જાહેરાત કરી હતી. દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો હોવાથી ૭૫ હજાર સ્થળોને પસંદ કરાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નોઈડાના યોગ સત્રમાં જોડાશે. ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેશે. ગૃહમંત્રી નાસિકના પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યમ્બકેશ્વર મંદિરના કાર્યક્રમમાં જોડાશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અયોધ્યામાં, ધર્મેન્દ્ર પ્રધાન હિમાચલ પ્રદેશમાં આવેલા કાંગડાના કિલ્લામાં યોગાસનો કરશે. આગરાના તાજમહેલ સહિતના યુપીના કેટલાય સ્થળોએ યોગ દિવસ નિમિત્તે નિ:શુલ્ક પ્રવેશ અપાશે. ફતેહપુર સિકરી, આગરાનો કિલ્લો, પંચ મહેલ જેવા સ્થળોએ જવા માટે એન્ટ્રી ફી માફ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બધા જ મદરેસામાં યોગ દિવસની ઉજવણી થશે. મદરેસા બોર્ડના રજિસ્ટારે નોટિફિકેશન જારી કર્યું હતું. રાજ્યોના મુખ્યમંત્રીઓ અલગ અલગ સ્થળોએ જઈને યોગ દિવસ ઉજવશે. નેપાળના વિખ્યાત ધરાહરા ટાવરમાં યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગા ફોર હ્મુમાનિટી એવો મેસેજ આપવામાં આવ્યો હતો. નેપાળમાં યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૧૧મી ડિસેમ્બરે જાહેરાત કરી હતી એ પ્રમાણે ભારતના સૂચન પ્રમાણે ૨૧મી જૂને દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. ૨૦૧૫થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે ૨૦થી ૨૫ કરોડ લોકો આ ઉજવણીમાં ભાગીદાર બને છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.