શું સુરતમાં ૩૦ ધારાસભ્યો આવ્યા છે? એક નવી યાદી સોશિયલ મીડિયામાં વાયરલ - At This Time

શું સુરતમાં ૩૦ ધારાસભ્યો આવ્યા છે? એક નવી યાદી સોશિયલ મીડિયામાં વાયરલ


- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 12:00 વાગ્યે ધારાસભ્યોની  ઈમર્જન્સી બેઠક બોલાવી મંબઈ, તા. 21 જૂન 2022, મંગળવારમહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના નવા વાદળો ઘેરાયા છે. મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર આવી રહ્યાં છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. તેઓ સુરતની હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12:00 વાગ્યે ધારાસભ્યોની  ઈમર્જન્સી બેઠક બોલાવી છે.એકનાથ શિંદે સાથે સુરત આવેલા શિવસેનાના ધારાસભ્યોની યાદી: 1. શહાજી બાપુ પાટીલ 2. મહેશ શિંદે સતારા 3. ભરત ગોગાવલે 4. મહેન્દ્ર દેવી 5. મહેશ થોરવે 6. વિશ્વનાથ ભોઈર 7. સંજય રાઠોડ 8. સંદીપન ભુમરે 9. ઉદયસિંહ રાજપૂત 10. સંજય શિરસાટ 11. રમેશ બોરણારે 12. પ્રદીપ જયસ્વાલ 13. અબ્દુલ સત્તાર 14. તાનાજી સાવંત 15. સુહાસ કાંદે 16. પ્રકાશ આબિટકર 17. પ્રતાપ સરનાઈક 18. ગીતા જૈન 19. શ્રીકાંત શિંદે 20. રાજન વિચારે 21. બાલાજી કેકનીકર 22. ગુલાબરાવ પાટીલ 23. શંભુરાજ દેસાઈ 24.  ચિંતામન વાંગા 25. અનિલ બાબર 26. જ્ઞાનેશ્વર ચૌગુલે 27. રાયમુલકર 28. લતા સોનવણે 29. યામિની જાધવ 30. કિશોર અપ્પા પાટીલશિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી એકનાથ શિંદે નારાજ છે. તેઓ ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર પણ એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. તો બીજી બાજુ NCP નેતા શરદ પવાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 12:00 વાગ્યે ધારાસભ્યોની  ઈમર્જન્સી બેઠક બોલાવી છે.વધુ વાંચો: શિવસેનાના 20થી વધુ ધારાસભ્યો સુરત મગદલ્લાની હોટલમાં ભેગા થયાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.