ભારતના આ યોગગુરુઓ જેમને વિશ્વમાં યોગના પ્રચારમાં મોટું યોગદાન આપ્યું
નવી દિલ્હી,21 જૂન,2022,મંગળવાર ૧૯૨ દેશોમાં ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. પ્રાચીન સમયમાં આધ ગુરુ શંકરાચાર્યએ ભારતમાં ભ્રમણ કરીને અદ્રેત વેદાંત અને યોગનો ઉપદેશ આપ્યો હતો. આ પરંપરા મુજબ શ્રી અરવિંદથી માંડીને સ્વામી વિવેકાનંદ પણ યોગના અભ્યાસુ હતા. યોગ ભારતની પ્રાચીન વિધા જ નહી જીવનશૈલી છે જેને ઋષિમુનીઓએ જણ જણ સુધી પહોંચાડી હતી. આધુનિક સમયમાં ભારતના આ યોગગુરુઓએ યોગને વિશ્વના તખ્તા પર લઇ જઇને કરોડો લોકોને યોગ કરતા કર્યા છે. ભારતમાં બાબા રામદેવ યોગને આયુર્વેદ ચિકિત્સા સાથે જોડવામાં ખૂબ મોટું નામ છે. યોગગુરુઓ ભારતની યોગવિધાનો દુનિયાને પરીચય આપતા રહયા છે જેમાં તિરુમલાઇ કૃષ્ણમચાર્યથી માંડીને મહર્ષી યોગી સુધીનો સમાવેશ થાય છે. તિરુમલાઇ કૃષ્ણમચાર્ય આધુનિક યોગના પિતાતિરુમલાઇ કૃષ્ણમચાર્ય આધુનિક યોગના પિતા માનવામાં આવે છે. હઠયોગ અને વિન્યાસને પુન સ્થાપિત કરવાનો શ્રેય તેમને જ મળે છે. મૈસૂરના મહારાજાના રાજયમાં યોગ સેન્ટર શરુ કરીને ભારતમાં યોગને નવી ઓળખ આપી હતી. રશિયાની પ્રસિધ્ધ અભિનેત્રી ઇન્દ્રાદેવીને યોગ શિખવ્યો હતો. ઇન્દ્રાદેવીએ આ યોગ અમેરિકામાં હોલીવુડના અભિનેતા -અભિનેત્રીઓને શિખવ્યો હતો. તિરુમલાઇ કૃષ્ણમાચાર્ય પાસે આર્યુવેદનું પણ ખૂબ નોલેજ હોવાથી તેમણે અનેક દર્દીઓને સારવાર આપી સાજા કર્યા હતા. તિરુમલાઇ યોગના પ્રચાર માટે ભારત ભ્રમણ કર્યું હતું. બી કે એસ આયંગરે પતંજલીના યોગ સૂત્રોને નવી જ રીતે રજૂ કર્યા બી કે એસ આયંગરે યોગને વિશ્વ ભરમાં ઓળખ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમને આયંગર યોગ પણ વિકસાવ્યો હતો. આયંગર યોગ સ્કૂલના માઘ્યમથી તેમણે દુનિયા ભરના લોકોને યોગ પ્રત્યે જાગૃત કર્યા હતા. ૨૦૦૪માં ટાઇમ મેગેઝીને વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યકિતઓમાં સમાવેશ કર્યો હતો. આયંગરે પતંજલીના યોગ સૂત્રોને નવી જ રીતે પારિભાષિત કર્યા હતા. તેમના લાઇટ ઓન યોગ નામના પુસ્તકને યોગનું બાઇબલ કહેવામાં આવે છે. પરમહંસ યોગાનંદે અમેરિકામાં યોગના પ્રચારમાં મોટું યોગદાન આપ્યું પરમહંસ યોગાનંદે પશ્ચીમના દેશોના લોકોને મેડિટેશન અને ક્રિયા યોગથી પરીચિત કરાવ્યા હતા. તેઓ આધુનિક યોગ જગતના પ્રભાવશાળી યોગ ગુરુઓમાં ગણાય છે, પરંમહંસે તેમના જીવનનો મહત્વનો હિસ્સો અમેરિકામાં યોગના પ્રચાર અને પ્રસારમાં ગાળ્યો હતો.ધીરેન બ્રહ્મચારીએ દુરદર્શનના માધ્યમથી યોગ શિખવ્યો ઇન્દિરા ગાંધીના યોગ ટીચર તરીકે જાણીતા ધીરેન બ્રહ્મચારીએ દુરદર્શનના માધ્યમથી ભારતમાં યોગના પ્રચાર પ્રસારમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે દેશમાં વિવિધ સ્થળોએ યોગ આશ્રમ અને યોગ શરુ કરાવ્યા હતા. એક સમયે રાજકિય વર્તુળોમાં તેમનું મોટું નામ હતું. રાજકારણીઓ અને મહાનુભાવો અવાર નવાર તેમના આર્શિવાદ લેતા હતા.સ્વામી શિવાનંદે યોગ સાથે કર્મ અને ભકિતને જોડી પ્રચાર કર્યો વ્યવસાયે ડોકટર એવા સ્વામી શિવાનંદ સરસ્વતીએ યોગ અને વેદાંત પર ખૂબજ ઉંડું સંશોધન કર્યું હતું. તેમણે યોગ વેદાંત માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દિધું હતું. યોગ સાથે કર્મ અને ભકિતને જોડીને વિશ્વમાં યોગનો પ્રચાર કર્યો હતો. બાળકને યોગ શિખવવા માટે યોગ સ્કૂલો પણ શરુ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.