ઇન્સ્ટન્ટ લોન એપના નામે ચાઇનાના ઠગેાનું નેટવર્ક. - At This Time

ઇન્સ્ટન્ટ લોન એપના નામે ચાઇનાના ઠગેાનું નેટવર્ક.


વડોદરામાં ઇન્સ્ટન્ટ લોન આપતી એપમાં લોકો ફસાઇ રહ્યા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે . લોન લેવા માટે લોન ધારક તમામ મંજૂરી આપતા હોવાથી તેમના મોબાઇલના ફોટા , કોન્ટેક્ટ જેવા એક્સેક ઠગ પાસે પહોંચી જતા હોય છે અને ત્યારબાદ ઉંચુ વ્યાજ વસુલવા તેઓ લોનલેનારના કોન્ટેક્ટ નંબરો પર ફોટા સાથેના બીભત્સ મેસેજો વાયરલ કરી રૃપિયા પડાવતા હોય છે . વડોદરાના સ્નેહલ ડામોર સાથે આવી જ રીતે ઠગાઇ થતાં તેમણે સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાને જાણ કરી હતી . જેથી એસીપીએ લોન એપ ચલાવતા કોલ સેન્ટરનું લોકેશન મેળવી પીઆઇ બીઆઇ પટેલ અને ટીમને મોકલતાં સાઉથ દિલ્હીના ચિત્તરંજનપાર્ક તેમજ સંતનગર ખાતે દરોડા પાડી બે કોલસેન્ટર ઝડપી પાડયા હતા . પોલીસે કોલ સેન્ટર ચલાવતા રિષભ સુકેશ શાઢ ( ઇસ્કોન મંદિર , સંતકંવર એસ્ટેટ , સાઉથ દિલ્હી ) ને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે લોકડાઉનમાં બંધ થયેલી એસબીકેએસ કંપનીના લોન રિકવરી ટીમનો લીડર હતો ત્યારે ચાઇનાના લાયન , બાયબિંગ અને વ્યુહાંગનો સંપર્ક થયો હોવાની કબૂલાત કરી હતી . કંપની બંધ થયા બાદ ચાઇનાના ત્રણેય જણાની મદદથી કોલ સેન્ટર ચાલુ કર્યા હોવાનું કબૂલ્યું હતું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.