ધો.૧૧ સાયન્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : ૨૭મીએ પ્રથમ મેરિટ - At This Time

ધો.૧૧ સાયન્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : ૨૭મીએ પ્રથમ મેરિટ


અમદાવાદ,અમદાવાદ શહેર
અને ગ્રામ્યમાં આવેલી સાયન્સ સ્કૂલોમાં ધો.૧૧માં આવતીકાલે ૨૧મીથી અમદાવાદ શહેર અને
ગ્રામ્ય ડીઈઓ દ્વારા જાહેર કાર્યક્રમ અને ગાઈડલાઈન મુજબ પ્રવેશ પ્રક્રિયાનો
પ્રારંભ થશે. ૨૧મીથી શાળા કક્ષાએથી પ્રવેશ ફોર્મનું વિતરણ થશે અને ૨૫મી સુધી ફોર્મ
શાળા કક્ષાએ જમા થશે.૨૭મીએ પ્રથમ પ્રવેશ મેરિટ યાદી જાહેર થશે.આ વર્ષે શહેર અને
ગ્રામ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોની મળીને ૧૫ હજારથી વધુ બેઠકો છે.આ વર્ષે
ધો.૧૦માં એ-૧ ગ્રેડ ખૂબ જ વધતા ૧૧ સાયન્સમાં મેરિટ ઘણું ઊંચુ જશે.ધો.૧૦નું
પરિણામ જાહેર થયા બાદ આવતીકાલે માર્કશીટોનું વિતરણ થતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય
ડીઈઓ દ્વારા ૧૧ સાયન્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા અને પ્રવેશ પ્રક્રિયા માટેના
નિયમોની જાહેરાત કરી દેવાઈ ે છે. જે મુજબ ૨૧થી૨૫ જુન સુધી શાળા કક્ષાએથી ફોર્મ
વિતરણ થશે અને શાળા કક્ષાએ જ જમા કરવાના રહેશે. દરેક શાળાએ પોતાના ઉત્તીરણ
વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનાવી ૨૨ જુના રોજ સવારે ૧૦ કલાકે નોટિસ બોર્ડ પર
મુકવાનું રહેશે. લઘુમતી શાળાએ પોતાની શાળાના ૬૯ વિદ્યાર્થીઓ અને અન્યા શાળાના છ
વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રયા કરવાની રહેશે જ્યારે અન્ય સ્કૂલોએ કુલ ૭૫
વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને જેમાં પોતાની શાળાના ૨૫ વિદ્યાર્થીઓનો
સમાવેશ થાય છે. દરેક સ્કૂલે ૨૭મીએ સવારે ૧૦ વાગે પ્રથમ મેરિટ યાદી જાહેર કરવાની
રહેશે. મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓના વાલીએ ૨૮મી સુધીમાં ફી  ભરી દેવાની રહેશે ત્યાર બાદ ૨૯મીએ બીજી મેરિટ
યાદી જાહેર થશે અને ૩૦મી સુધીમાં ફી ભરી દેવાની રહેશે જ્યારે ૩૦મી જુને ત્રીજી
મેરિટ યાદી જાહેર થશે.જેમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીના વાલીએ ૧લી જુલાઈ સુધીમાં
ફી ભરી દેવાની રહેશે.  શાળાએ કક્ષાએ પ્રવેશ
પ્રક્રિયા પૂર્ણ થતા બીજી જાલુાઈએ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોએ પોતાના ધો.૧૧
સાયન્સની ખાલી બેઠકોની વિગતો બીટ મદદનીશ શિક્ષણ નિરક્ષક મારફત  કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા માટે મોકલી આપવાની
રહેશે.

તમામ શાળાએ
શાળા કક્ષાની પ્રવેશ પ્રક્રયા નિમયોનુસાર પારદર્શક રીતે કરવાની રહેશે. જરૃર પડે
ડીઈઓ દ્વારા સ્કૂલ પાસેથી તમામ મેરિટ યાદી માંગવામા આવશે. શાળા કક્ષાની પ્રવેશ
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ વંચિત તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય
પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ચોથી જુલાઈ અને પાંચમી જુલાઈના રોજ સરકારી કન્યા
શાળા(રાયખડ ) ખાતેથી મળશે.જે ભરીને આ સ્કૂલે જ જમા કરવાના રહેશે. પ્રવેશ વંચિત
વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી સરકારી કન્યા શાળા ખાતે ૭મી જુલાઈના રોજ
થશે.ગુજરાત બોર્ડે ધો.૧૦માં બે ગણિતના પેપર દાખલ કર્યા બાદ પ્રથમવાર બેઝિક ગણિતના
વિદ્યાર્થીઓને ધો.૧૧ સાયન્સમાં માત્ર બી ગુ્રપમાં પ્રવેશ અપાશે.જ્યારે સ્ટાન્ડર્ડ
ગણિતના વિદ્યાર્થીઓને એ ,બી અથવા એબી એમ ત્રણેય ગુ્રપમાં પ્રવેશ અપાશે. શાળાઓએ મેરિટ તૈયાર કરતી
વખતે ગણિત, વિજ્ઞાાન અને અંગ્રેજી (પ્રથમ કે દ્રિતિય
ભાષા)માં મેળવેલ ગુણને ધ્યાને લેવાના રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.