યોગએ સનાતન સંસ્કૃતિનો હિસ્સો વડોદરામાં યોગ દિવસે લોકો યોગના શરણે - At This Time

યોગએ સનાતન સંસ્કૃતિનો હિસ્સો વડોદરામાં યોગ દિવસે લોકો યોગના શરણે


વડોદરા, તા. 21 જુન 2022,મંગળવારભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કલેક્ટર અતુલ ગોરે કહ્યું કે, યોગએ આપણા ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેથી આપણે સૌ યોગને વરીએ અને સ્વસ્થ વડોદરા, સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત, સ્વસ્થ વિશ્વ તરફ આગળ વધીએ.યોગાચાર્ય તથા ગુજરાત પોલીસના યોગ પ્રશિક્ષકે યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં હાજર લોકોને અલગ-અલગ પ્રકારના યોગાસનોનો અભ્યાસ કરાવીને તે આસનના લાભ-મર્યાદા સાથેની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. યોગના વિવિધ આસનો કરાવતી વખતે તેમણે તેમના વૈજ્ઞાનિક તર્ક અને તથ્ય સાથે કેટલીક સ્વાસ્થ્ય ટીપ્સ પણ આપી હતી. તેમણે કહ્યું કે, આયુર્વેદ ખૂબ શક્તિશાળી છે, એટલે તો વિશ્વ ભારત અને આયુર્વેદના શરણે છે. યોગનો પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ તેમણે હાજર મહાનુભાવો અને લોકો પાસે સંકલ્પ લેવડાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.