સુરતનો રાંદેર અને સિંગણપોર વચ્ચે કોઝવે મેન્ટેનન્સની કામગીરીને કારણે બંધ કરાયો
- સંભવતઃ કામગીરી મોડી સાંજે પૂરી થતા કોઝવે ફરી ખુલ્લો મુકાશેસુરત,તા.21 જુન 2022,મંગળવારસુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર અને સિંગણપોર વચ્ચે બનાવેલો કોઝવે આજે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. કોઝવે મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી આજના દિવસ માટે કોઝવે પરનો વાહન વ્યવહાર બંધ કરાયો હતો.સુરત મહાનગર પાલિકાએ શહેરને પાણી પુરવઠો પૂરો પાડવા માટે તાપી નદી પર રાંદેર અને સિંગણપોર વચ્ચે 1995માં વિયર કમ કોઝવે બનાવ્યો હતો. આ કોઝવેનું સમય અંતરે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે. થોડા સમય પહેલા આવેલી રેલી અને ત્યારબાદ પાર્ટીના પાણીના કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં કેટલાક ફેરફાર આવ્યા હતા. જેના કારણે હાલ કોઝવેનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે. આજે આ મેન્ટેનન્સની કામગીરી થઇ રહી હતી ત્યારે કોઝવે પરથી પસાર થતો વાહન વ્યવહાર બંધ કરવો પડે તેમ હતો. મેન્ટેનન્સની કામગીરી ને કારણે આજે સવારથી વિયર કમ કોઝવે બંધ કરાયો હતો. જેના કારણે આ વિસ્તાર નો ટ્રાફિક ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ડભોલી બ્રીજ તરફ વાળવામાં આવ્યો હતો. સંભવતઃ મોડી સાંજે મેન્ટેનન્સની કામગીરી પૂરી થયા બાદ કોઝવે પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.