પ્રધાનમંત્રીને મળવામાં કોર્પોરેટરોની બાદબાકી થતા મહિલા કોર્પોરેટરોએ મેયરને ઉગ્ર રજૂઆતો કરી
વડોદરા,તા.21 જુન 2022,મંગળવારવડોદરામાં પ્રધાનમંત્રી કાર્યક્રમમાં સંગઠનના વૉર્ડ પ્રમુખોને મળવાની વ્યવસ્થા કરવામાં આવી તો કોર્પોરેટરની બાદબાકી કરવામાં આવતા કોર્પોરેટરોમાં કચવાટ શરૂ થયો છે જેનો પડઘો કોર્પોરેશન દ્વારા આજવા ખાતે યોજાયેલી ભગવાન સત્યનારાયણની કથા બાદ પડ્યો હતો જેમાં કોર્પોરેટરોએ મેયરનો ઉધડો લીધો હતો.શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમ્યાન પ્રધાન મંત્રી સાથે મેયર, ધારાસભ્યો ,સંસદ સભ્યો અને સંગઠનના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખોની મુલાકાત કરાવવામાં આવી અને તેઓને વિવીઆઇપી પાસ આપ્યા જ્યારે કોર્પોરેટરો ને માત્ર વીઆઇપી પાસ આપ્યા હતા. કોર્પોરેટરોએ સોસાયટીઓમાં ગ્રુપ મિટિંગો કરી લોકોને કાર્યક્રમમાં આવવા માટે અપીલ કરી હતી તેમ છતાં પ્રધાનમંત્રી ને મળવા માં કોર્પોરેટરોની બાદબાકી કરવામાં આવતા રોષ વ્યાપ્યો છે.ગઈકાલે સત્યનારાયન ભગવાનની કથા પુરી થયા બાદ ભાજપના કેટલાક કોર્પોરેટરોએ મેયરને રજૂઆત કરી હતી કે, સંગઠનના વોર્ડ પ્રમુખોને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરાવી હતી તો કોર્પોરેટરોને સાદા વીઆઇપી પાસ આપીને તેઓની મુલાકાત કરાવી નહીં.મહિલા કોર્પોરેટરો એ તો સ્પષ્ટ જણાવી દીધું કે હવે કોઇ કાર્યક્રમ હોય તો જન મેદની એકઠી કરવાનું કામ હવે કોર્પોરેટરોને સોંપતા નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.