સ્મીમેર મેડિકલ કોલેજ બિલ્ડિંગની મીટર પેટીમાં આગ લાગતા ભાગદોડ
- લાશ્કરો
પહોંચે તે પહેલા માર્શલ સિક્યુરિટી ગાર્ડસ
દ્વારા ફાયર એસ્ટીંગ્યુશરની મદદથી આગ બુઝાવી દીધીસુરત,:સુરત
મહાનગર પાલિકા દ્વારા સંચાલીત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમા આજે સવારે કોલેજ બિલ્ડિંગમાં
આવેલ મીટર પેટીમાં શોર્ટ સકટ થવાની સાથે આગ ભડકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી.
ફાયર
વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં
મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં ડી-બ્લોક પાસે મીટર પેટીમાં આગ લાગ્યાનો કોલ મળતા લાશ્કરો ધસી ગયા હતા. ફાયર ઓફિસર મનોજ
શુક્લાએ જણાવ્યું હતું કે ડી-બ્લોકની બાજુમાં હોસ્પ્ટિલની વીજ સપ્લાઈ માટેનું વીજ
સબસ્ટેશન બનાવાયું છે ત્યાં મીટરપેટીમાં શોર્ટ સર્કિટ થયું હતું. લાશ્કરો પહોંચે
તે પહેલા સ્થાનિક માર્શલ સિક્યુરિટી
ગાર્ડ્સ દ્વારા ફાયર એક્સ્ટિંગ્યુશર વડે આગ બુઝાવી દેવાઇ હતી. ટોરેન્ટ કંપની
અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં કોઇને ઇજા થઇ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.