જસદણ ન્યાયાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
જસદણ ન્યાયાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સિવિલ કોર્ટ જસદણ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવેલ જેમાં એ.પી.પી. અને એડવોકેટ તેમજ કોર્ટના કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. આ તબક્કે જસદણ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેનશ્રી પી.એન.નવીન અને એડિશનલ સિવિલ જજ શ્રી વી.એ ઠક્કર સાહેબે યોગ અને તેના ફાયદાઓ વિશે માહિતી આપેલ હતી. આ તબક્કે જસદણ બારના ઉપપ્રમુખશ્રી વાય. એલ.દલાલ અને કારોબારી સભ્યશ્રી રશ્મિભાઈ શેઠ, જાગેશભાઈ મણિયાર,આર.એસ.નાગાણી,મિતુલભાઈ ગઢવી,મનુભાઈ દાફડા, પિયુષભાઈ ખોખર, કેતનભાઈ ચૌહાણ,નદીમભાઈ ધંધુકિયા, વગેરે એડવોકેટોએ ભાગ લીધેલ હતો. આ યોગ શિબિરનું આયોજન જસદણ ન્યાયાલયના લીગલ સર્વિસ કમિટીના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ કરેલ હતું.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.