ધો.10ના પરિણામના 15 દી’ બાદ આજે માર્કશીટ અપાશે - At This Time

ધો.10ના પરિણામના 15 દી’ બાદ આજે માર્કશીટ અપાશે


બોર્ડે માર્કશીટ મોકલતા હવે વિદ્યાર્થીને અપાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ગત તારીખ 6 જૂનને સોમવારે જાહેર કર્યું હતું. બોર્ડે પરિણામ જાહેર કર્યાના 15 દિવસ બાદ હવે છેક વિદ્યાર્થીઓના હાથમાં માર્કશીટ આવશે. બોર્ડ કક્ષાએથી 20મી જૂને તમામ જિલ્લાઓમાં પરિણામના સીલબંધ થેલા તાલુકાવાઇઝ પેકિંગ કરી મોકલવામાં આવ્યા છે. જવાબદાર અધિકારી / કર્મચારીઓને સાથે રાખી તાલુકાવાઇઝ પરિણામ વિતરણ તા.21 જૂનને મંગળવારના રોજ સવારે 08:00 કલાકથી થાય તેવી કાર્યવાહી કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, બોર્ડનું પરિણામ જાહેર થયાના 15 દિવસ સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.