રાજકોટમાં નિવૃત્ત જમાદારે લગ્નની લાલચ આપી વિધવા પર એક વર્ષ દુષ્કર્મ કર્યું - At This Time

રાજકોટમાં નિવૃત્ત જમાદારે લગ્નની લાલચ આપી વિધવા પર એક વર્ષ દુષ્કર્મ કર્યું


પતિના મૃત્યુ બાદ રાજકોટમાં આવી ત્યારે જમાદારે આર્થિક મદદ કરી ફસાવી

વેરાવળમાં રહેતી 39 વર્ષની વિધવા જેને મામા કહેતી હતી તે રાજકોટના પોલીસ જમાદારે લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષમાં અનેક વખત વિધવા પર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે નિવૃત્ત જમાદાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. વેરાવળમાં રહેતી 39 વર્ષની વિધવાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિવૃત્ત જમાદાર ગાંધીગ્રામના મોચીનગરમાં રહેતા દેવશી મેઘજી પરમારનું નામ આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.