ચોમાસા પહેલા જ મચ્છરજન્ય રોગ વધ્યા, ડેન્ગ્યુના 2 નવા કેસ
ભરઉનાળે પણ ફોગિંગ અને એન્ટિ લારવા એક્ટિવિટી છતાં રોગનો ભય
ચોમાસામાં જમા થયેલા પાણીને લીધે મચ્છરોનું બ્રીડિંગ વધશે
રાજકોટ શહેરમાં છેલ્લા 7 દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને આ દરમિયાન જ પ્રથમ વખત સપ્તાહમાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગોના કેસ સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ કેસની સંખ્યામાં વધારો આવે છે જોકે તેની અસર ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂનના પડેલા વરસાદમાં દેખાઈ રહી છે. સપ્તાહમાં ડેન્ગ્યુના બે કેસ વધ્યા છે જે નિર્દેશ આપે છે કે મચ્છરોનું બ્રીડિંગ વધી રહ્યું છે કારણ કે અત્યાર સુધી છૂટાછવાયા મહિને એકાદ બે કેસ નોંધાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.