રાજકોટ શહેર બહુમાળી ભવન ખાતે ઘોડિયાઘરનું લોકાર્પણ કરતા કલેક્ટરશ્રી. - At This Time

રાજકોટ શહેર બહુમાળી ભવન ખાતે ઘોડિયાઘરનું લોકાર્પણ કરતા કલેક્ટરશ્રી.


રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર સ્થિત બહુમાળી ભવન ખાતે અતિઆધુનિક સગવડો સાથે તૈયાર કરવામાં આવેલા ઘોડિયાઘરનું કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકારી ક્ષેત્રે સંકળાળેલી મહિલા કર્મચારીઓના બાળકોના ઉછેરના પ્રશ્ન પ્રત્યે જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા સંવેદના દાખવી એક ઓરડાને બદલે બે ઓરડા સાથે લોકર, પ્લે એરિયા, ઘોડિયા સહિતની અદ્યતન સુવિધાઓ સાથે આ કામગીરી ને ટોચઅગ્રતા આપીને હાથ ધરવામાં આવી હતી. આ ઘોડિયાઘરમાં સવારે ૧૦ થી ૬.૩૦ કલાક સુધી બાળકોની સંભાળ લેવામાં આવશે, જેમાં ૩ માસથી લઈને શાળાએ જતા બાળકોનો સમાવેશ કરવામાં આવશે. અહીં હાલ ૯ બાળકો ઉછરી રહ્યાં છે. આ ઘોડીયાઘરની તમામ વસ્તુઓ ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. કલેક્ટરશ્રીએ દરેક સરકારી કચેરીઓમાં ઘોડિયાઘરની ફિડીંગરૂમ સાથેની સુવિધા ઉભી કરવા PWD ના અધિકારીઓને આદેશ આપ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગૌસ્વામી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસ, R&B વિભાગનાં ડે.ઈજનેરશ્રી રાજેશ્વરી નાયર, PWD ના અધિકારીશ્રી જાવિયા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.