રાજકોટ જીલ્લાની આંગણવાડીઓમાં "પૂર્ણા યોજના" અંતર્ગત પૂર્ણાસખી/સહસખીઓનો તાલીમ-માર્ગદર્શન કેમ્પ યોજાયો. - At This Time

રાજકોટ જીલ્લાની આંગણવાડીઓમાં “પૂર્ણા યોજના” અંતર્ગત પૂર્ણાસખી/સહસખીઓનો તાલીમ-માર્ગદર્શન કેમ્પ યોજાયો.


રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ જીલ્લાના રાજકોટ, વીંછીયા, જસદણ, લોધીકા, ઉપલેટા અને ધોરાજી તાલુકાઓના આંગણવાડી કેન્દ્રો દ્વારા "પૂર્ણા યોજના" અંતર્ગત પૂર્ણા સખી અને સહસખીના તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પૂર્ણાસખી અને સહસખીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ અને માર્ગદર્શન કેમ્પ અન્વયે સખી અને સહસખીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમનું વજન, ઉંચાઈ, BMI અને હિમોગ્લોબીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂર્ણા સખીને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારના મહત્વ વિશે જાણકારી આપીને IAF ટેબલેટ, પૂર્ણા કીટ, વિટામિન્સયુક્ત આહાર, પાણી પીવાથી થતાં ફાયદા સહિતની બાબતો ઉપર સમજણ પુરી પાડવામાં આવી હતી. તેમજ સખી-સહસખીને ગુડ ટચ-બેડ ટચ અને અંગત સ્વચ્છતા અંગે સમજ આપીને માહિતગાર કરવામાં આવી હતી.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.