રાજકોટ શહેરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ‘‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’’ અભિયાનનો પ્રારંભ.
રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા દિકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરાયેલી ‘‘સુકન્યા સમૃધ્ધિ યોજના’’ અંતર્ગત ૧૦ વર્ષથી નાની દિકરીઓના ‘‘સુકન્યા સમૃદ્ધિ ખાતા’’ પોસ્ટ ઓફિસ મારફત ખોલવામાં આવી રહ્યા છે. આ યોજના અન્વયે ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ ૧૦૩૦ દિકરીઓના ખાતામાં પ્રારંભિક જમા રાશી ખાતા દીઠ રૂા.૨૫૦ મળી કુલ-૨,૫૭,૫૦૦ નું યોગદાન આપીને ૧૦૩૦ દિકરીઓના ખાતા પોસ્ટ ઓફિસ મારફતે ખોલવામાં મદદ કરેલ છે. મિનિસ્ટર ઓફ સ્ટેટ, કોમ્યુનીકેશન અને આઇ.ટી.શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ‘‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’’ અભિયાનનો પ્રારંભ તા.૧૬/૬/૨૦૨૨ ના રોજ સમગ્ર ગુજરાતમાં સેલ્વાસાથી કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ ડીવીઝન દ્વારા એક જ દિવસમાં કુલ ૨૫૯૪ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવેલ છે. તેમ પ્રવર અધિક્ષક, રાજકોટ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.