રાત પડતા જ રેસકોર્સ રિંગ રોડ પર જામે છે લોકોની ભીડ, એન્ટ્રી ગેટ, ડાન્સિંગ બોલ અને લેશર શોએ આકર્ષણ જમાવ્યું
તહેવાર કોઈપણ હોય તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ બની ગઈ છે. ત્યારે રાજકોટમાં શરૂ થયેલા દિવાળી કાર્નિવલે શહેરના હ્ર્દય સમાન રેસકોર્સ રિંગરોડ પર રંગબેરંગી રોશનીથી રંગીન બનાવી રિંગરોડની રોનક વધારી દીધી છે. ખાસ કરીને આ વર્ષે કિશાનપરા ચોકથી શરૂ થતા વિશાળ LED સ્ક્રિન સાથેના એન્ટ્રી ગેટથી લઈ ડાન્સિંગ બોલ, ડીજે વિથ લેશર શો અને રોશની સાથે અમ્બ્રેલાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. રાત પડતાની સાથે લોકો શહેરભરમાંથી રેસકોર્સ ખાતે આવી રંગબેરંગી રોશની નિહાળી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.