લાઠી તાલુકા ને નેશનલ હાઇ-વે નો દરજજો મળી ચુક્યો છે રસ્તાને ફોર લાઇન કરવા ના ધારાસભ્ય ના આશ્ચર્ય જનક ગ્લોબલ પ્રસાર થી લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ નો પ્રત્યાઘાત - At This Time

લાઠી તાલુકા ને નેશનલ હાઇ-વે નો દરજજો મળી ચુક્યો છે રસ્તાને ફોર લાઇન કરવા ના ધારાસભ્ય ના આશ્ચર્ય જનક ગ્લોબલ પ્રસાર થી લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ નો પ્રત્યાઘાત


લાઠી તાલુકા ને નેશનલ હાઇ-વે નો દરજજો મળી ચુક્યો છે રસ્તાને ફોર લાઇન કરવા ના ધારાસભ્ય ના આશ્ચર્ય જનક ગ્લોબલ પ્રસાર થી લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ નો પ્રત્યાઘાત

લાઠી તાલુકા માંથી પસાર થતાં નેશનલ હાઇ-વે નો દરજજો મળી ચુક્યો છે તેવા રસ્તાને ફોર લાઇન કરવા માટે લાઠીનાં ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા ના નિવેદન અંગે આશ્ચર્ય વ્યકત કરતાં તાલુકા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ આંબાભાઇ કાકડીયા, શહેર કોંગ્રેસ સમિતી લાઠી દામનગરનાં પ્રમુખશ્રીએ પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતુ કે, આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્યશ્રી લાઠી અને બાબરા તેમજ અમરેલી જિલ્લાનાં રસ્તા માટે ખુબ જ ચિંતા કરી હતી તેના અમે સાક્ષી છીએ. અનેક રસ્તાઓના મંજુરી સાથેનાં જોબ નંબર આવી ચુક્યા છે. આ લીસ્ટ રજુ કરૂં તો બહુ મોટી પ્રેસ બને તે અંગે અગાઉનાં પ્રેસ નિવેદનો માંથી લોકો જાણી શકે છે પરંતુ નેશનલ હાઇ-વે મળી ચુક્યો છે તેવા રસ્તાની ફોર લાઇન કરવાની કેવા પ્રકારની વાત છે તે અમોને સમજાતું નથી. ગત ચુંટણી પછી લાઠી-બાબરા વિસ્તાર પછતાઇ રહ્યો છે અમરેલી જિલ્લો પછતાઇ રહ્યો છે ગુજરાત પછતાઇ રહ્યું છે ત્યારે લાઠીનાં ધારાસભ્યશ્રીને મારૂં માત્ર એ કહેવું છે કે, આપ ધારાસભ્ય બન્યાને ૯ મહિના થઇ ચુક્યા છે ૯ મહિને શું થઈ શકે તે કહેવાની જરૂર નથી. પુર્વ ધારાસભ્યશ્રીએ મંજુર કરેલા રસ્તાનાં કામ શરૂ કરાવી શકો તો પણ અભિનંદન આપીશું, પરંતુ નીત-નવા પ્રેસ નિવેદન કરી ફોટા પાડી લોકોની વચ્ચે રહેવાની વાહિયાત પ્રથા બંધ કરી આપ શું કરો છો તેનુ લાઠી-બાબરા અને અમરેલીની જનતાને ભાન થઈ ચુક્યું છે ત્યારે અગાઉ મંજુર થયેલા કામો શરૂ કરો તો પણ ઘણું. મણીપુર જળી રહ્યુ છે ગુજરાત જળી રહ્યું છે લાઠી-બાબરા વિસ્તારની શું દશા છે તે બાબતે આપ વિચારો તો પણ લાઠી-બાબરાની જનતાનાં પડી ગયેલા મત અંગે થોડો સંતોષ થશે તેમ શ્રી કાકડીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.