લુણાવાડા ખાતે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે 42 બહેનોનો બી.સી. સખી (વ્યવસાય સંવાદદાતા)ની નિ:શુલ્ક તાલીમ પૂર્ણ થતાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.તેમણે તાલીમાર્થી બહેનોને પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
બેંક સખી દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને બેંકમાં મળતી તમામ સુવિધાઓ જેમાં નવું એકાઉન્ટ ખોલવા અંગે પૈસા જમા અને ઉપાડ મોબાઈલ રિચાર્જ ગેસ લાઇટ ટીવી નું બિલ ભરવું ટ્રેન બસ ફ્લાઈટનું બુકિંગ કરવું ઇન્સ્યોરન્સ ના પૈસા ભરવા પશુ કે પાકનું ઇન્સ્યોરન્સ કઢાવવું વગેરે જેવા કામો સરળતાથી કરી શકાય છે. પોતાનો બીસી પોઈન્ટ ચલાવી ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ આપી શકશે બહેનોને કોઈપણ બેંક સાથે જોડાઈ બીસી સખી તરીકે કામગીરી શરૂ કરી તેના દ્વારા મળતા વિવિધ કમીશન વડે પોતાને આર્થિક રીતે પગભર બનાવી શકે છે.
મહીસાગર જિલ્લાની અગ્રણી બેંક બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત આ તાલીમ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહીસાગર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.આ આ ૬ દિવસીય તાલીમ દરમિયાન તમામ બહેનોને નિ:શુલ્ક ચા, નાસ્તો અને ભોજન આપવામાં આવે છે.આ પ્રસંગે આર સે ટી નિયામક વિશાલ અગ્રવાલ આર સે ટી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.