ગઢડા શહેરમાં વેપારી સામે થયેલી છેડતી નહી ફરિયાદ અંગે વેપારીઓ દ્વારા બંધ પાળી સમર્થનમાં આવ્યા
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જૂના મંદિરની સાંખયોગી બહેન દ્વારા ગઢડા ના વેપારી હિતેશભાઈ બલદાણીયા સામે છેડતી કર્યા અંગેની ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગઢડા પોલીસ દ્વારા પણ ફરિયાદ લઇ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને આજરોજ વેપારી એસોસિએશન વેપારી હિતેશભાઈ બલદાણીયા ના સમર્થનમાં આવ્યું હતું અને વેપારી આગેવાન ગોપાલભાઈ બંધા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંખ્ય યોગીબેન દ્વારા છેડતીની ફરિયાદ સ્વતંત્ર ખોટી કરેલ છે કોઈપણ પ્રકારનું વેપારી દ્વારા છેડતી કરવામાં આવેલ નથી ખરેખર આ ફરિયાદ પાછી ખેંચવા યોગ્ય છે અને સાંજે યોગીબેન પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી જે બનાવના પગલે આજરોજ વેપારીઓ દ્વારા આરોપી વેપારી હિતેશભાઈના સમર્થનમાં આવ્યા હતા અને પોતાની દુકાનોનું સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું હતું અને સપોર્ટ કરવામાં આવ્યો હતો સૌપ્રથમ રેલી સ્વરૂપે વેપારીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે જઈ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી અને હિતેશભાઈ બલદાણીયા ના સમર્થનમાં વેપારીઓ આવ્યા હતા.
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
