યુવા જંક્શન ચોટીલા દ્વારા ચોટીલા ખાતે રોજગાર મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૫ થી વધુ કંપની તેમજ ૩૦૦ થી વધુ ઉમેદવારો એ ભાગ લીધો. - At This Time

યુવા જંક્શન ચોટીલા દ્વારા ચોટીલા ખાતે રોજગાર મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૫ થી વધુ કંપની તેમજ ૩૦૦ થી વધુ ઉમેદવારો એ ભાગ લીધો.


આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ { ભારત } અને એક્સીસ બેન્ક ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી ચાલતા યુવા જંક્શન તાલીમ કેન્દ્ર- ચોટીલા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રોજગારલક્ષી પ્રશિક્ષણ તાલીમ આપવાનું શરૂ કરી છે. યુવા જંક્શન ચોટીલા તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી વિનયન આટર્સ કોલેજ તેમજ સરકારી આઈ. ટી. આઈ- ચોટીલાના સંયુક્ત સહયોગથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળા નો હેતુ ગ્રામ્ય વિસ્તારના ના યુવક અને યુવતીઓને રોજગારી મળી રહે અને તેઓ સ્વનિર્ભર થાય તે હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ- ૩૧૦ વિધાર્થી હાજર રહેલા હતા. અને કુલ- ૩૫ થી વધારે કંપનીઓ જેવી કે, ટોયોટા ,ટાટા મોટર્સ, એમેઝોન , ગોકુલ સ્નેક્સ, અદાણી સોલાર, એમ. આર. એફ , રેડરન એનર્જી જેવી નામાંકિત કંપનીઓ દ્વારા ધોરણ ૧૦ ધોરણ ૧૨ અને સ્નાતક થયેલા ૧૬૦ થી વધુ ઉમેદવારો ને રોજગારી ની તકો પૂરી પાડવામાં આવેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા જંકશન- ચોટીલા, રાષ્ટ્રીય સાયર ઝવેરચદ મેધાણી આટર્સ કોલેજ-ચોટીલા અને આઈ. ટી .આઈ-ચોટીલા ના કર્મચારીઓ દ્વારા જહમત ઉઠાવવામાં આવી હતી

રિપોર્ટર, રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.