રાજકોટમાં ‘મધર્સ ડે’ના દિવસે નિષ્ઠુર માતાએ ત્યજી દીધેલી નવજાત બાળકીએ દમ તોડ્યો
રાજકોટમાં મધર્સ ડેનો દિવસ કરુણતા લઈને આવ્યો હતો.જ્યાં સિવિલ હોસ્પિટલના અનામી પારણામાં ત્યજી દેવાતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.કારણ કે મધર્સ ડેના દિવસે જ્યારે બાળકો તેમની માતાના વાત્સલ્યને વધાવતા હોય ત્યારે આ દીકરી તેની માતાના પ્રેમ અને હુંફથી અળગી થઈ ગઈ હતી.ફૂલ જેવી કોમળ આ બાળકીના રુદનથી આખી હોસ્પિટલ વ્યથિત થઈ ગઈ હતી.
જ્યાં ફરજ નિષ્ઠ કર્મચારી રાજનાબેન સાથેની વાતચીતમાં સામે આવ્યું હતું કે, શનિવારની રાત્રીના એક પુરુષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો તેના હાથમાં આ ત્રણ દિવસની નવજાત બાળકી હતી અને તે સિવિલ હોસ્પીટલનાં બાળકોના વિભાગમાં આવ્યો હતો. જ્યાં અનામી પારણામાં તેણે આ ત્રણ દિવસની બાળકીને મૂકી દીધી હતી અને ત્યાંથી આ પુરુષ જતો રહ્યો હતો.જે બાદ તબીબોના ધ્યાને આ વાત આવી હતી.
ત્યારબાદ નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.ફૂલ જેવી કોમળ આ ચારથી પાંચેક દિવસની બાળકી ત્યારે માતાના વાત્સલ્ય માટે ઝંખતી હતી.તેણીને રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી.ત્યાં બાળકીનું સારવાર દરમિયાન રાત્રીના મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે કાગળો કર્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.