TRP અગ્નિકાંડ : સાગઠીયા પર સકંજો કસવા ઈડીના રાજકોટમાં ધામા : જેલમાં જઈ પૂછપરછ કરશે
આજે અગ્નિકાંડના આરોપી સાગઠીયા સામે હવે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મોરચો ખોલ્યો હોવાનો ઘટસ્ફોટ સૂત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. પૂર્વ ટીપીઓ સાગઠીયા પર સકંજો કસવા ઈડીની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે. જેથી જેલમાં રહેલ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈડી જેલમાં જઈ સાગઠીયાની પૂછપરછ કરશે. તેવું જાણવા મળે છે.
મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા કેન્દ્રની તપાસ એજન્સીએ રાજકોટ કોર્ટમાં અરજી કરી ભ્રષ્ટાચાર મામલે વધુ ઇન્વેસ્ટિગેશન કરવા દેવા અરજ કરી છે. કોર્ટ મંજૂરી આપશે પછી ઈડીની ટીમ જેલમાં જઈ સાગઠીયાની પુછપરછ કરશે. તેની સરકારી એટલે કે મનપા કચેરી સ્થિત ઓફિસ અને ખાનગી ઓફિસ, ઘર, ફ્લેટ, પેટ્રોલ પંપ જેવા તેના મહત્વના ઠેકાણાઓ પર સર્ચ કરે તેવી શક્યતા છે.
ઈડીની તપાસ કેટલા લોકો સુધી રેલો લાવે છે તે તરફ સૌની મીટ મંડાઈ છે. કોઈ શેહ-શરમ વગર તપાસ કરતી એજન્સી કેટલા લોકોને સાણસામાં લ્યે છે તે જોવું રહ્યું. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને જેની સામે એસીબીએ કરોડોની અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો છે. તેવા રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા સામે હવે ઈ.ડી. એક્શન મોડમાં આવી છે.
જેલમાં રહેલ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેલમાં રહેલ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટી.પી.ઓ. સાગઠીયા વિરુદ્ધ તપાસમાં ઈ.ડી.એ ઝંપલાવેલ હોવાનું જાણવા મળે છે. ટીઆરપી કાંડમાં ખાસ નિયુક્ત સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણીનો સંપર્ક કરતા તેઓએ ઈ.ડી. દ્વારા રાજકોટની અદાલતમાં સાગઠીયાની તપાસ માટે તેમના મારફતે પરવાનગી મંગાયા હોવાની વાતને સમર્થન આપ્યું છે.
લાંચીયાવૃતિથી કરોડોની અક્સયામતો એકઠી કરનારના આકાઓ સુધી તપાસ પહોંચશે કે કેમ? ઈ.ડી. નું નામ સાંભળતા જ કેટલા લોકોને કડકડટી ઠંડીમાં પણ પરસેવા છૂટવા માંડ્યા છે. ત્યારે સાગઠીયા સામેની ઈડી દ્વારા થનાર તપાસમાં સાગઠીયા સાથે સંકળાયેલ મોટા ગજના લોકોને પણ પરસેવો છૂટે તો નવાઈ નહીં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.