પાટીદાર સમાજનો નર + સિંહ નરસિંહભાઈ પટેલ થી બ્રિટિશરો ની ફે ફાટતી અગ્નિ ઝરતી વાણી અને કલમ થી ભયાનક પટેલ તરીકે પંકાયેલ
પાટીદાર સમાજનો નર + સિંહ નરસિંહભાઈ પટેલ થી બ્રિટિશરો ની ફે ફાટતી અગ્નિ ઝરતી વાણી અને કલમ થી ભયાનક પટેલ તરીકે પંકાયેલ
ફૂલોના કરંડિયામાં કાળાનાગ જેવા બ્રિટિશરો માટે સાબિત થયા સ૨કા૨ે તેથી મહેસાણાનો તેમનો પ્રેસ અને તમામ પુસ્તકો જપ્ત કર્યા તેમની કલમ તોપ કરતા તાકાતવર રહી છે
ગુજરાતના પાટીદાર સમાજનો એક માણસ બિટિશ સલ્તનતને દેશભરમાંથી ઉખેડી નાખવાનો મક્કમ પુરુષાર્થ કરનાર લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લોકજીભે ૨મે છે. પરંતુ બીજા એક સમાજના નરવીર પુરુષ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલને બ્રિટિશરોની સત્તાને જડમૂળમાંથી ઉખેડી પાડવાના પ્રબળ પુરુષાર્થના કારણે પાટીદાર કોમના સૌથી ભયાનક પુરુષ તરીકે ઓળખાવ્યા હતો તે અંગે ગુજરાત અને ખાસ કરીને પાટીદાર સમાજ સાવ અજ્ઞાત છે.
નરસિંહભાઈ પટેલે લખેલી “વનસ્પતિની દવાઓ" નામનું પુસ્તક અચાનક બ્રિટિશરોના એક દેશી અધિકારીએ પોતાનો કોઈ રોગ મટાડવા ખરીદ્યું. જોયું તો એનું દિમાગ ચકરાવે ચડ્યું. એમાં કોઈ રોગની દવાની માહિતીને બદલે બ્રિટિશરોની સત્તાને પાયામાંથી હલબલાવી નાખવા માટે પ્રજાને બૉમ્બ બનાવવાની તાલીમ અંગે માહિતી હતી. આવા પાંચ પુસ્તકો એક જ પ્રકારનું મેટર પણ નામ બધાયના જૂદા જૂદા જેવા કે “યદુકુળનો ઇતિહાસ”, “આશતના”, “કસરત”, “કાયદાનો સંગ્રહ” વગેરે નામે પ્રકાશિત કરેલા. આ પુસ્તકો તો ફૂલોના કરંડિયામાં કાળાનાગ જેવા બ્રિટિશરો માટે સાબિત થયા. સ૨કા૨ે તેથી મહેસાણાનો તેમનો પ્રેસ અને તમામ પુસ્તકો જપ્ત કરીને નરસિંહભાઈ પટેલની ધરપકડ કરીને વડોદરા રાજ્યની બ્રિટિશ કૉર્ટે તેમને બે માસની સખ્ત મજૂરીની સજા કરી (૧૯૧૨) ઉપરાંત વડોદરા રાજ્યમાંથી પાંચ વરસ માટે શ્રી પટેલને હદપાર કરાયા હતા. મુંબઈની સી. આઈ. ડી. બ્રાંચે નરસિંહભાઈ પટેલ વિશે કૉર્ટ સમક્ષના ખાનગી રિપોર્ટમાં લખ્યું હતું : “માથા ભારે પાટીદાર કોમનો સૌથી વધુ ભયાનક પુરુષ.” આમ પાટીદાર ભાયડો બ્રિટિશરો માટે ખતરારૂપ થઈ પડ્યો તે બદલ પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે.
શ્રી નરસિંહભાઈ પટેલે પોતાના કુટુંબ સામે દહેજ માંગવા માટે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સમાજને ધાર્મિક દંભ દ્વારા ઈશ્વરના નામે ચાલતા પડ્યેત્રો ખુલ્લા પાડવા માટે “ઈશ્વરનો ઈન્કાર” નામનું પુસ્તક ગિરનારની તળેટીમાં બેસીને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા પણ સખ્ત જહેમત ઉઠાવી હતી.
ચરોતરમાં પાટીદાર સમાજમાં જન્મેલા નરસિંહભાઈ પટેલ ૨૧ વરસની યુવાન વયે ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. ખુદ પિતા સામે પણ નાના ભાઈનો
દહેજ લેવા અને એક ઉપર બીજી પત્ની કરવા સામે પણ સક્રિય બળવો પોકાર્યો હતો. ખાસ કરીને પાટીદાર કોમની સ્ત્રી જાતિની થતી વિડંબના, અવમાનના અને હિણપતની ભાવના સામે એમનું લોહી ઊકળી ઊઠતું હતું. પટેલના આવા વિચારોથી પ્રભાવિત થયેલા મહાત્મા ગાંધીજી અને કિશોરલાલ મશરૂવાળા જેવા વિચારકોએ એમને “સ્ત્રી જાતિના વકીલ”નું બિરુદ આપી પ્રશંસા કરી હતી
સરદાર વલ્લભભાઈ પટેલે “પાટીદાર સમાજનો સડો એમને ભારે સંતાપતો હતો.” કહીને તો મશરૂવાળા તો કૉલેજકાળમાં નરસિંહભાઈના પુસ્તકો વાંચીને દેશભક્તિની પ્રેરણા મેળવી હતી. પાટીદાર સમાજમાં દહેજ જેવા સ્ત્રી-કેન્દ્રી પ્રશ્નો, કુરૂઢિઓ-રિવાજો, મિથ્યા-આડંબર, ધન પ્રદર્શન, સ્ત્રી પર અમાનુષી વર્તન જેવા મુદ્દાઓ સામે સમાજ સુધારાનો પવન સંચારિત કરવાના ઉમદા ઉદ્દેશથી નરસિંહભાઈ પટેલે ૧૯૨૩ની સાલમાં નૂતન વર્ષે “પાટીદાર” માસિકનો પ્રારંભ કર્યો હતો. પાણીમાં રહેવું ને મગર સાથે વેર જેવી જીવ સટોસટની સાહસિકતા દર્શાવવા પ્રથમ અંકમાં એમના શબ્દો હતા : “આપણે પાટીદારના સાંકડા કુંડમાં નથી ભરાઈ રહેવું. નાતજાતના ને ધર્મપંથના સંકુચિત કુંડ તોડીને આપણે વિશાળ સાગરને મળવું છે.'
આ પ્રવૃતિને પરિણામે “પાટીદાર” માસિક એક રાષ્ટ્રવાદી અને છતાં સ્ત્રી-મુક્તિ તરફી બૌદ્ધિક અભિગમવાળું બની રહ્યું. આ પ્રકાશન પહેલાં છૂટી છવાઈ પત્રિકાઓ પ્રગટ થતી હતી. પરંતુ આ પ્રકારના સુગ્રથિત ધ્યેય સાથે વાંચનની ખોટ વરતાતી હતી. તે “પાટીદાર” સામાયિકે પૂરી કરી. તેનો મુખ્ય ધ્યેય હતો : “જીર્ણ ખરી પડો”, “નવીનને સ્થાન આપો”, “આદર્શ લગ્ન”, “જ્ઞાતિના ગઢમાં ગાબડા”, ક્યારેક કોઈ રૂઢિચૂસ્તને પ્રસંગોપાત ટીકાના તીર વડે વિંધી નાખતા તેથી સમાજની ખફગીનો પણ ભોગ બનતા. તેઓ લખતાં “મારે તો યુવકોની બુદ્ધિ હચમચાવી નાખવી છે. અગ્નિ ઝરતી વાણીથી ‘પાટીદાર’ ને વિજયવંતું અગ્નિચક્રમાં ફેરવી નાખ્યું. ચરોત્તરના આ પાણીદાર નરસિંહ પટેલ પાટીદાર હોવા છતાં સમગ્ર ગુજરાતના ભુલાયેલા સપૂતે સને ૧૯૪૫ની ૨૭મી ઑક્ટોબરના રોજ દેહ છોડ્યો. પાટીદાર સમાજના આવા નખશીખ અટંકી નરવીરોમાં એમનું નામ સમાજના ઇતિહાસમાં સદાયે ચમકતું રહેશે.
સૌજન્ય સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર નો ઇતિહાસ
સંકલન નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.