સંતરામપુર શહેરમાં સતત વધી રહ્યો છે રખડતા ઢોરોનો ત્રાસ..
સંતરામપુર હુસેની ચોક વિસ્તાર માં સર્જાયું આખલા યુદ્ધ.....
હાઇકોર્ટ ની ટકોર બાદ પણ સંતરામપુર નગર પાલિકાના વહીવટદાર ને અધિકારીઓ ને તંત્ર ધોર નિંદ્રામાં..
આજરોજ વહેલી સવારે શહેરની હુસેની ચોક વિસ્તાર માં બે આખલાઓ આમને સામને બાખડયા..
જેમાં આમને સામને બાખડતા દરમિયાન એક મોટર સાયકલ ને પોહંચાડી ઈજા
હાઇવે હોય કે સોસાયટી વિસ્તાર આખલા યુદ્ધ સંતરામપુર ની ગલીએ ગલી એ જોવા મળી રહ્યો છે..
સંતરામપુર નગર પાલિકા સહીત મહીસાગર જિલ્લા તંત્ર કોઈ મોટી ઘટના બનવા ની રાહ જોઈ રહ્યું છે કે કેમ અનેક સવાલો તંત્ર પર ઉઠવા પામ્યા છે.. સંતરામપુર નગરમાં રખડતાં ઢોરો નો ત્રાસ દુર થાય ને રખડતાં ઢોરો ને પકડી ને ઢોરવાડા માં પુરાવા માં આવે ને ઢોરોને છુટા ફરતાં પશુમાલીકો સામે સખ્તાઇથી કાયૅવાહી કરાય તેવી માંગ ઉઠી છે.
આગાઉ સંતરામપુર નગરમાં રખડતા ઢોરથી થઈ ચૂક્યા છે અકસ્માત.. તેમ છતાં પણ નગરપાલિકા સંતરામપુર દ્વારા આ પ્રશ્રને ગુજરાત હાઈકોર્ટ નાં આદેશો નું પાલન નહીં કરાતાં નગરપાલિકા નાં આવા વહીવટ પ્રત્યે નગરજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સંતરામપુર નગરમાં વકરેલ રખડતાં ઢોરો ની
સમસ્યાના ઝડપી નિકાલ માટેની લોક માગ ઉઠી છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.