રાજકોટ યાર્ડ બહાર 6 કિમીથી વધુ લાંબી લાઈન, બે હજાર વાહનોને ક્રમવાર પ્રવેશ આપ્યો; ઘઉં-ચણાની 1-1 લાખ મણની આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતનાં શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે ધુળેટીનાં તહેવારને લઈ આવકો બંધ હોવાથી આજે સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલા વાહનોની 6 કીમીથી વધુ લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે, યાર્ડનાં સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ક્રમવાર 2,000 કરતા વધુ વાહનોને પ્રવેશ આપી જણસીઓની ઉતરાઈ કરાવવામાં આવી હતી. જેમાં ઘઉં અને ચણાની સૌથી વધુ 1-1 લાખ જેટલી આવક નોંધાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
