તાજપુર કુઈ નજીક સ્કોર્પીયો પલટી
પ્રાંતિજના તાજપુર કુઇ બ્રિજ પાસે નેશનલ હાઈવે પર હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ સ્કોપીઓ ગાડી નંબર-GJ.૦૯.BL ૪૧૪૧નો ચાલક ફૂલ સ્પીડે હંકારી જઈ રહ્યો હતો. દરમિયાન રોડ વચ્ચે અચાનક ગાય આવી જતા સ્કોપીયો ચાલકે બ્રેક મારતાં તેમજ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા સ્કોપીયો પલટી ખાઈ ગયો હતો. આજુબાજુથી લોકો દોડી આવી સ્કોપીયોમાં સવાર ૨ લોકોને બહાર કાઢ્યા હતા. બંનેને ઈજા થતાં ૧૦૮ બોલાવી પ્રાંતિજ સિવીલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
