જસદણના 61 વર્ષના પદયાત્રીએ 16 વર્ષમાં 36,000 કિલોમીટર અંતર પગપાળા કાપ્યું
જીવન એક સફર છે અને મંઝિલે પહોંચવાની ઉતાવળ કરવાને બદલે આ સફર માણતા જવાની જ એક અલગ મજા છે. મંઝિલે પહોંચ્યા પછી એ રોમાંચ નથી, આ ઉક્તિને જસદણના એક 61 વર્ષના યુવાન જીવી જાણે છે. ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓ ાઆ દ્વારા સન્માનિત પદયાત્રીએ 16 વર્ષમાં 36 હજાર કિ.મી.નું અંતર કાપીને અનેક લોકહિતના કાર્યો પણ કર્યા છે.
અહીં વાત થઇ રહી છે જસદણના 61 વર્ષીય પદયાત્રી જયેશભાઈ હિંમતભાઈ કલ્યાણીની જેમણે 16 વર્ષમાં 36 હજાર કિ.મી.નું અંતર કાપી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. જસદણ-વિંછીયા પંથકમાં ચાલીને માનતા રાખતા લોકોની સાથે ચાલીને તેઓએ છેલ્લા 16 વર્ષમાં 36,180 કિલોમીટરનું અંતર કાપી લોકહિતના કાર્યો પણ કર્યા છે. જયેશભાઈ કલ્યાણીએ અત્યાર સુધીમાં નાથદ્વારા, મોઢેરા, ચોટીલા, ભાવનગર, રાજપરા, અમદાવાદ, વીરપુર, મુળી, જૂનાગઢ પરિક્રમા, પાલીતાણા, રંગુન માતાજી, સાળંગપુર, દ્વારકા, શિરડી, કચ્છ આશાપુરા મંદિર, શિહોરી માતાજી, કોઠી, કડુ કડુકા, ઘેલા સોમનાથ, સરધાર, લીલાપુર મોહનદાદા, પાવાગઢ, વેરાવળ સોમનાથ પરબવાવડી, અમરેલી જેવા ગુજરાતના અનેક ગામોનો ચાલીને પ્રવાસ કર્યો છે. ભૂતકાળમાં જયેશભાઈનું અનેક મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવેલ છે. જયેશભાઈ પણ આળસ કર્યા વગર ભાવિકો સાથે પદયાત્રામાં જોડાય છે. તેઓ હિન્દુ-મુસ્લિમ કે કોઈપણ સમાજના લોકો સાથે નિસ્વાર્થ ભાવે પદયાત્રામાં જોડાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
