આર્મી ની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા પરિવાર અને ગ્રામજનો દ્વારા આર્મી જવાનુ ભવ્ય સ્વાગત કરાયું.
ફરેડી ગામના યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં પરત ફરતા તેનું ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું. ફરેડીમાં દરજી યશકુમાર રોહિતભાઈ નું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગ્રામજનો તેમજ આજુ બાજુ ના લોકો પણ જોડાયા હતા. દરજી યશકુમારના સ્વાગત માટે ગામના યુવા ટીમ, મિત્રો તેમજ તેમનો પરિવાર અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તો બીજી તરફ પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમજ મિત્રો પણ લાગણીમાં ગળગળા થઈ ગયા હતા.મારુ વિકાસશીલ ગ્રુપ અને ગ્રામજનોએ ધન્યવાદ આપ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.